નવી દિલ્હી, તા. 21 : કોમનવેલ્થ
ગેમ્સ 23 જુલાઈથી શરૂ થઈ રહી છે. આ 32 વર્ષમાં સૌથી નાની કોમનવેલ્થ
ગેમ્સ હશે, જેમાં રમતોની સંખ્યા અડધી
થઈ ગઈ છે. 2022 બર્મિંગહામ
વેલ્થ ગેમ્સમાં 20 રમતનો સમાવેશ
થયો હતો, જ્યારે ગ્લાસગોમાં ફક્ત 10 રમતનો સમાવેશ થયો છે. ક્રિકેટથી
લઈને હોકી અને બેડમિન્ટન સુધીની રમતોને પણ દૂર કરવામાં આવી છે. કોમનવેલ્થ ગેમ્સનું આયોજન મૂળ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં
થવાનું હતું. તે સમયે, બહુપક્ષીય
ઇવેન્ટમાં 21 રમતનો સમાવેશ
કરવાનું આયોજન હતું, પરંતુ રમતોનાં
આયોજનનો અંદાજિત ખર્ચ 2.6 અબજ ડોલરથી
વધીને છ -સાત અબજ ડોલર થયો, ત્યારે મુશ્કેલીઓ
ઊભી થઈ. પરિણામે, વિક્ટોરિયન સરકારે 18 જુલાઈ, 2023ના રમતોનાં
આયોજનનો ઈન્કાર કર્યો હતો. જ્યારે કોઈ યજમાન ન મળ્યું, ત્યારે ગ્લાસગોએ એપ્રિલ 2024માં યજમાનીનો પ્રસ્તાવ મૂક્યો
હતો. ગ્લાસગોએ છેલ્લે 2014માં કોમનવેલ્થ
ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. ગ્લાસગો ઓછા બજેટમાં ગેમ્સનું આયોજન કરી રહ્યું
હોવાથી, રમતોની સંખ્યા 21થી ઘટાડીને 10 કરવામાં આવી છે. આ 10 રમતમાં બાસ્કેટબોલ, કલાત્મક જિમ્નેસ્ટિક્સ, એથ્લેટિક્સ, બાઉલ્સ, બોક્સિગ,
સાયકાલિંગ, જુડો, નેટબોલ,
સ્વામિંગ અને વેઇટલિફ્ટિગનો સમાવેશ થાય છે. 2022 બર્મિંગહામ ગેમ્સની તુલનામાં, એક્વેટિક્સ, બેડમિન્ટન,
બીચ વોલીબોલ, ક્રિકેટ, હોકી,
લોન બાઉલ્સ, સ્ક્વોશ, ટેબલ
ટેનિસ, ટ્રાયથ્લોન અને કુસ્તીનો સમાવેશ કરવામાં આવશે નહીં,
જે રમતો બહાર કરાઈ છે તે પૈકી મોટા ભાગની રમતો એવી છે, જેમાં ભારત મજબૂત ગણાય છે.