• બુધવાર, 22 જુલાઈ, 2026

ગાંધીધામમાં જાહેરમાં આંકડો લેતા પન્ટરની ધરપકડ

ગાંધીધામ, તા. 21 : શહેરની શનિવારી બજાર પાસે દીવાલ ઉપર લોકો પાસેથી આંકડા પન્ટરની પોલીસે અટક કરી હતી. જો કે, મોટા મગરમચ્છનું રાબેતા મુજબ નામ જાહેર થયું નહોતું. શહેરના સેકટર-પાંચ નજીક શનિવારી બજારમાં નાની દીવાલ ઉપર બેસીને જીતુ જીવણ સથવારા નામનો શખ્સ આજે બપોરે લોકો પાસેથી આંકડો લઇ રહ્યો હતો. દરમ્યાન અચાનક આવેલી પોલીસે આ શખ્સને દબોચી તેની પાસેથી રોકડા રૂા. 770 તથા લીટીવાળા કાગળના ટુકડા નંગ-6, જેમાં શ્રીદેવી ટાઇમ્સ બજાર લખેલું હતું તે કબજે લેવામાં આવ્યા હતા. હાલમાં એલસીબીએ કાર્યવાહી કરી તેમાં મુખ્ય સંચાલકનું નામ જાહેર કરાયું હતું, પણ આ કામગીરીમાં આંકડો કોને લખાવાતો હતો તે બહાર આવ્યું જ નહોતું. 

Panchang

dd