લંડન, તા.
20 : ટીમ ઇન્ડિયના પૂર્વ કેપ્ટન 39 વર્ષીય રોહિત શર્માએ લોર્ડસના ઐતિહાસિક મેદાન પર
ઇંગ્લેન્ડ વિરુદ્ધના ત્રીજા વન ડેમાં શાનદાર સદી (138 રન) ફટકારી ટીકાકારોને જોરદાર
જવાબ આપ્યો છે. રોહિતને ઇન્ટરનેશનલ કેરિયર પણ ઘણી અટકળો થઈ રહી હતી. લોર્ડસમાં તે અંતિમ
મેચ રમશે તેવા રિપોર્ટ પણ સામે આવ્યા હતા. જો કે હવે લોર્ડ્સમાં વન ડેમાં ભારત તરફથી
સદી કરનાર પહેલો બેટધર બન્યા બાદ રોહિતે સ્પષ્ટ કરી દીધું છે કે સંન્યાસનો હાલ તેનો
કોઈ ઇરાદો નથી. મેચ બાદ રોહિતે કહ્યું કે મારું કામ બેટથી પ્રદર્શન કરવાનું છે. મેદાન
પર આવવું, બેટથી પ્રદર્શન કરવું અને દેશનું પ્રતિનિધિત્વ કરવું
મારું લક્ષ્ય છે. મેદાન બહાર થતી પોતાની ટીકાના શોર-બકોર વિશે તેણે કહ્યું મેં જ્યારથી
ડેબ્યૂ કર્યું ત્યારથી આવા દેકારા થતા રહે છે. મને આથી કોઈ ફરક પડતો નથી. ટીકાઓ પહેલા
પણ થતી અને આજે પણ થાય છે. મારું કામ ટીમમાં યોગદાન આપવાનું છે. શોર ન થયા તો મજા આવતી
નથી. રોહિતની શતકીય ઇનિંગ છતાં ભારતની ત્રીજા વન ડેમાં હાર થઇ હતી અને ઇંગ્લેન્ડનો
2-1થી શ્રેણી વિજય થયો હતો. જે વિશે રોહિતે કહ્યું પરિણામથી અમે બધા નિરાશ છીએ. અમે
સારું ક્રિકેટ રમ્યા, પણ જીતથી વંચિત રહ્યા. બોલરોની નિષ્ફળતાના
બચાવમાં રોહિતે કહ્યંy તેઓ વધુ વન
ડે ક્રિકેટ રમ્યા નથી. તેમને થોડો સમય આપવાની જરૂર છે.