• બુધવાર, 22 જુલાઈ, 2026

મુંદરામાં રાત્રિના સમયે રાજકીય અગ્રણીની અટકાયતથી ચકચાર

ગાંધીધામ, તા : 21 : મુંદરા શહેર અને આસપાસના વિસ્તારમાં મોડીરાત્રે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો, જેમાં મુંદરાના એક અગ્રણી રાજકીય નેતાને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અચાનક ઊઠાવી જવાતાં સમગ્ર પંથકમાં ભારે ગરમાવો અને ચકચાર વ્યાપી ગયા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર રાત્રિના સમયે નંબરપ્લેટ વગરના વાહનમાં આવેલી પોલીસે કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વગર કે ગુનાની માહિતી આપ્યા વિના જ આ અગ્રણીની અટકાયત કરી હતી. બનાવને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી હતી, પરંતુ પોલીસ વિભાગ દ્વારા આ અંગે હજુ સુધી કોઈપણ સત્તાવાર નિવેદન કે સમર્થન આપવામાં આવ્યું નથી. પોલીસ દ્વારા આ કાર્યવાહી ક્યા ગુના કે તપાસના સંદર્ભમાં કરવામાં આવી છે તે અંગેનો ખુલાસો થાય તે પછી જ ચિત્ર સ્પષ્ટ થશે, પરંતુ હાલ તો આ ઘટનાને પગલે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. 

Panchang

dd