દયાપર (તા. લખપત), તા. 21 : છેવાડાના
લખપત તાલુકાને કચ્છમિત્ર દૈનિકે સતત જાગૃત રાખ્યો છે. `કચ્છમિત્ર' એક એવું અખબાર જેમાં `િમત્ર'
આવે છે. અખબાર 80 વર્ષનું નહીં યુવાન... જેવા શબ્દો દયાપર બ્યૂરો દ્વારા કચ્છમિત્ર
જન્મોત્સવ દિને અગ્રણીઓએ વ્યક્ત કર્યા હતા. `હોટેલ ધ વ્હાઈટ પેલેસ' ખાતે આયોજિત કાર્યક્રમમાં અગ્રણી રમેશભાઈ અનમ દ્વારા શબ્દોથી સ્વાગત કરાયું
હતું. મંત્રોચ્ચાર સાથે પ્રારંભ થયેલ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેન્દ્રસિંહ
જાડેજાએ કચ્છમિત્રનો 80મા વર્ષે
પ્રવેશ સોશિયલ મીડિયાના જમાનામાં પણ અખબાર અજોડ,
નિડર રહ્યું છે. દયાપર બ્યૂરોની 35 વર્ષની સેવાને પણ પ્રસંસનીય
ગણાવી હતી. જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય હઠુભા સોઢાએ કહ્યંy હતું કે, લખપત તા.ને જાગૃત કરવા કચ્છમિત્રએ
સારું કાર્ય કર્યું છે. લખપત તા. કોંગ્રેસ
સમિતિના પ્રમુખ હુસેનભાઈ રાયમાએ વકતવ્યમાં કહ્યંy હતું કે,
કચ્છમિત્રની નોંધ રાજ્ય સ્તરે લેવાય છે. વાવાઝોડું, ભૂકંપ કે કોરોના, યુદ્ધ જેવી પરિસ્થિતિમાં વિશ્વનાથભાઈએ
35 વર્ષથી નિડરતાપૂર્વક કામગીરી
સંભાળી છે. કચ્છમિત્ર કચ્છીઓના હૃદયમાં વસેલું છે. લોહાણા સમાજના પ્રમુખ સમીરભાઈ અનમે વકતવ્યમાં કચ્છમિત્રને
પોતીકું અખબાર ગણાવ્યું હતું. દયાપર વેપારી મહામંડળના પ્રમુખ દિલીપભાઈ જણસારીએ 80મા વર્ષે પ્રવેશતા કચ્છમિત્રને વકતવ્યમાં
શુભેચ્છા પાઠવી હતી. કપુરાશી વિસ્તારના અગ્રણી દલપતભાઈ ઓઝાએ લોકપ્રિય કચ્છમિત્ર અખબાર
અને દયાપર બ્યૂરોની સેવાને પ્રસંસનીય લેખાવી હતી. અખિલ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજ ટ્રસ્ટના
મહામંત્રી પ્રવીણભાઈ ચાવડાએ દયાપર બ્યૂરોની કામગીરીને બિરદાવી હતી. દયાપરના જૂના એજન્ટ
શંકરભાઈ ઠક્કર, હાલમાં કેન્યા રહે છે.
પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી જૂના સ્મરણો વાગોળતાં કહ્યું હતું કે, ઈબ્રાહીમભાઈ આકબાની કચ્છમિત્રના એટલા ચાહક વાચક હતા તેમને અન્ય અખબાર વાંચવામાં
રૂચી થતી નહોતી. કાર્યક્રમમાં ઉપસ્થિત લખપત તા.પં. કારોબારી ચેરમેન પ્રતિનિધિ અને દયાપર
પૂર્વ સરપંચ ભવાનભાઈ પટેલ, લખપત તાલુકા બ્રહ્મસમાજના પ્રમુખ જવાહરલાલ
રામદયા, તા. પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન દેશુભા જાડેજા,
લખપત તા. ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જેતમાલજી જાડેજા, લખપત તા. ભાજપના પૂર્વ મહામંત્રી હરેશભાઈ દવે, શિણાપર
કોળી સમાજના અગ્રણી સુમારભાઈ કોળી, દયાપર વેપારી અગ્રણી વિનોદભાઇ
ગોર, જયેશભાઇ ચંદારાણા, જયપાલસિંહ જાડેજા,
ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા કોંગ્રેસ સેવાદળના જિગરભાઇ જોશી, તા.પં. સદસ્ય એન.આર. ગઢવી, યુવા કોંગ્રેસ તા. પ્રમુખ
કીર્તિદાન ગઢવી, ઉપપ્રમુખ ઇશ્વરસિંહ સોઢા, રમેશભાઇ બલિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. દયાપર હાઇસ્કૂલના આચાર્ય જિતેશભાઇ
ગોસ્વામી, લખપત તા.પં.ના પૂર્વ ઉપપ્રમુખ જુગરાજસિંઘ સરદાર,
ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ કર્મચારી યુનિયન અને સચિયાર માતાજી
સેવા ટ્રસ્ટના પ્રમુખ ખાનુભા સોઢા, વિજયસિંહ જેઠવા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પી.સી.
ગઢવી, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ વેરલસજી તુંવર વિગેરેએ ટેલિફોન
પર શુભેચ્છા પાઠવી હતી. કચ્છમિત્ર બ્યૂરો ચીફ વિશ્વનાથ જોશીએ કોરાનાકાળમાં અખબારી ધર્મ
બજાવનાર કચ્છમિત્ર દ્વારા રાશનકિટનું વિતરણ લખપત તા.માં કરાયું હતું. બ્લેક એન્ડ વ્હાઇટ
કેમેરા અને વાહનવ્યવહાર, સંદેશાવ્યવહારની અસુવિધા વચ્ચેથી લઇ
ટેક્નોલોજી યુગમાં છેવાડાના લખપત તા.માંથી સમાચાર પહોંચાડવાની કામગીરી વર્ણવી હતી.
35 વર્ષથી સતત પ્રશ્નોને વાચા
આપતા બ્યૂરો ચીફનું દયાપરના વેપારી અગ્રણીઓ જયેશભાઇ ચંદારાણા, સમીરભાઇ અનમ વિગેરે તેમજ કોંગ્રેસદળના હોદ્દેદારો
દ્વારા સન્માન કરાયું હતું.