માંડવી, તા. 21 : કચ્છમિત્રના 80મા જન્મદિવસ નિમિત્તે માંડવીમાં પુરી બ્રધર્સ
તથા એસ.ટી. રોડ પેપર વિક્રેતાઓ, દર્શના
એડ. એજન્સી દ્વારા કેક કાપી ખુશી વ્યક્ત કરાઇ હતી. પીયૂષભાઇ ગોહિલ, ઉમા એજન્સીના અબ્દુલભાઇ, અશરફભાઇ, શ્રીજી ન્યૂઝ પેપર એજન્સીના હરેશભાઇ, નિકુંજભાઇ,
ઇકબાલભાઇ વિગેરેએ કચ્છમિત્રની પ્રગતિની શુભેચ્છા વ્યક્ત કરી હતી. બિદડા
સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ છેડાએ કચ્છમિત્રએ કચ્છમાં જન આરોગ્ય અને જીવદયા ક્ષેત્રે
નમૂનારૂપ કામ કરી રહ્યાની માહિતી આપી હતી. વીઆરટીઆઇના ગોરધનભાઇ પટેલ, કમલેન્દુ ભક્ત, કપિલભાઇ, એઇમ્સ
હોસ્પિટલ માંડવીના ડો. કૌશિકભાઇ શાહ, ડો. કિંજલબેન શાહ,
ડો. ભરતભાઇ ગોર, જગદીશભાઇ રેલડિયાએ શુભેચ્છા પાઠવી
હતી. લોહાણા મહાજનના પ્રમુખ શૈલેષભાઇ મડિયાર, રોટરી ક્લબ ઓફ માંડવીના
પ્રમુખ ભારતીબેન વાડા, મંત્રી ચેતન શેઠિયા, અમીષ સંઘવી, મૌલિક ચંદારાણા, વિનયભાઇ
ટોપરાણી, દર્શનાબેન શાહ, જુગલભાઇ સંઘવી,
દિનેશ શાહ, જલારામ સેવા ટ્રસ્ટના મુકેશભાઇ ત્રિવેદી,
જીતેનભાઇ મહેતા (ડગાળા)એ શુભેચ્છા પાઠવી હતી. ગોધરા જૈન મહાજન ટ્રસ્ટીઓ
હરખચંદભાઇ ગોર, અરવિંદભાઇ ગંગર, પ્રદિપભાઇ
ગંગર, પીયૂષભાઇ ગાલા વિગેરેએ શુભેચ્છા પાઠવી હતી. જયેશભાઇ શાહે
સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.