• બુધવાર, 22 જુલાઈ, 2026

કચ્છમિત્ર પ્રત્યેક કચ્છીમાડુઓના સુખ-દુ:ખમાં સાથી

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 21 : કચ્છના શિરમોર દૈનિક કચ્છમિત્રના 80મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે નખત્રાણા તાલુકાના નેત્રા ગામે ઉજવણી કરવામાં આવી હતી. કચ્છમિત્રના અમૃત મહોત્સવ દરમિયાન નેત્રા ગામે શરૂ કરાયેલી જન્મદિવસ ઉજવણીની પરંપરાને આગળ વધારતાં આ વર્ષે પણ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત સહયોગી હારૂનભાઈ કુંભાર તથા પ્રિયાંગ સીજુના હસ્તે કેક કટિંગથી કરવામાં આવી હતી. પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્થાનિક પ્રતિનિધિ વિજય સીજુએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સંચાલિત જન્મભૂમિ જૂથનું અગ્રણી દૈનિક કચ્છમિત્ર માત્ર અખબાર નથી, પરંતુ પ્રત્યેક કચ્છીજનનો સાચો મિત્ર છે. હારૂનભાઈ કુંભારે જણાવ્યું કે, કચ્છમિત્રએ હંમેશાં પ્રજાના મિત્રની ભૂમિકા નિભાવી છે. નેત્રા પ્રાથમિક કુમાર ગ્રુપશાળાના આચાર્ય આર. કે. પરમારે આભારવિધિ કરી હતી. ઓસમાણ સાટી, આધમ લુહાર, શંકર ગંઢેર, હાજી ફકીરમામદ કુંભાર, હાજી જુસબ ખત્રી, શિવજી સીજુ, સિદ્ધિક ખલીફા, હરજી ગંઢેર સહિત શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા. 

Panchang

dd