• બુધવાર, 22 જુલાઈ, 2026

ગઢશીશા પંથકના વિકાસમાં `કચ્છમિત્ર'નો ફાળો

ગઢશીશા, તા. 21 : આજે લોકો અને સરકાર વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવનાર અને એક જવાબદાર અખબાર તરીકે સતત સામાજિક ઉત્તરદાયિત્ય નિભાવનાર `કચ્છમિત્ર' દૈનિક 80મા વર્ષમાં પ્રવેશ સાથે ગઢશીશા પંથકના બ્યૂરોની 49મી વર્ષગાંઠની હરખભેર ઉજવણી કરાઇ હતી અને કચ્છમિત્રના ચાહકો અને વાચકોએ સતત પ્રસંશનીય કામગીરી બિરદાવી ગઢશીશા વિસ્તારના વરિષ્ઠ અખબારી વિતરક શાંતિલાલ આચાર્ય તથા પ્રતિનિધિ જિજ્ઞેશ આચાર્યને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. અંબાજી મંદિરના ચંદુમાએ શુભેચ્છા આપી હતી. યોજાયેલા નાના એવા કાર્યક્રમમાં જિ.પં. સદસ્ય (દંડક) મેઘબાઇ જીવરાજ ગઢવી તથા પ્રતિનિધિ જીવરાજભાઇ મૂળજી ગઢવી, તા.પં. પૂર્વ કારોબારી ચેરમેન હરેશભાઇ રંગાણી, તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રભાઇ રામાણી, એ.પી.એમ.સી. ચેરમેન ભાઇલાલભાઇ છાભૈયા, પૂર્વ ચેરમેન તથા વેપારી અગ્રણી કેશુભાઇ પારસિયા, સરપંચ કોમલબેન ગોસ્વામી તથા પ્રતિનિધિ સંજયગિરિ ગોસ્વામી, હાઇસ્કૂલ આચાર્ય ગોવિંદરામ કાપડી તથા વિકાસ સમિતિના રેખાબેન દવે, વિનેશગિરિ ગોસ્વામી સહિતનાઓએ મીઠું મોઢું કરાવી `કચ્છમિત્ર'ના 80મા જન્મદિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. શાંતિલાલ આચાર્ય દ્વારા કચ્છમિત્ર દ્વારા 80 વર્ષથી જે સતત લોકોની સેવા કરી છે તે કાર્યપદ્ધતિથી લોકોને અવગત કર્યા હતા. ગઢશીશા ખાતે 49 વર્ષથી વાચકવર્ગ દ્વારા પારિવારિક ભાવનાથી મળેલા સહયોગને બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી. અગ્રણી સુનીલભાઇ ચોથાણીએ જણાવ્યું હતું કે, `કચ્છમિત્ર' જ્યાં સુધી ઘરમાં ન આવે ત્યાં સુધી સવાર નથી પડતી. આચાર્ય પરિવારના મોવડી નરેન્દ્રભાઇ આચાર્ય દ્વારા પણ શુભકામનાઓ પાઠવાઈ હતી. વેપારી મંડળના પ્રફુલ્લભાઇ ગણાત્રા, કાંતિભાઇ રંગાણી, અશ્વિનભાઇ સોની, જયેશભાઇ વ્યાસ, કિશોરભાઇ સોની, મુસ્લિમ સમાજના અગ્રણી    હાજી અદ્રેમાનભાઇ ખલીફા, અબ્દુલભાઇ રાયમા, અદ્રેમાન ઉમર રાયમા, અબ્બાસભાઇ રાયમા, ઉપસરપંચ વિજયભાઇ છાભૈયા, રમેશભાઇ વી. પોકાર, કલ્પેશ ઠક્કર, અનિલસિંહ જાડેજા, ભરતભાઇ ગોહિલ, સોહિતભાઇ દેઢિયા, હાજી સુલેમાનભાઇ મેમણ, હરિભાઇ જોશી, ખુશાલભાઇ ગોર, કેશવજીભાઇ રોશિયા, માંડવી તા.પં. કારોબારી ચેરમેન બળુભા જાડેજા, રાજેન્દ્રગિરિ ગોસ્વામી, તા.પં. સદસ્ય અંકિતગિરિ ગોસ્વામી, પાલાભાઇ રબારી, તાલુકા ભાજપ મંત્રી ખુશીબેન ચોથાણી, અગ્રણી જયેશભાઇ વ્યાસ, ગૌરાંગ આચાર્ય, ધર્મેન્દ્ર સોની, રાજુભાઇ ગણાત્રા, જીતુભા ચૌહાણ, ખુમાનસિંહ જાડેજા, અંકુર જોશી, અલ્પેશ શાહ, પરષોત્તમભાઇ વાસાણી, કલ્યાણજીભાઇ પારસિયા, નારાણભાઇ ચૌહાણ, ચંદુલાલ વાડિયા, જયેશભાઇ છાભૈયા, કૌશિક વ્યાસ, બટુકસિંહ જાડેજા, કીર્તિભાઇ ઠક્કર, હિતેશ વાસાણી, સુરેશભાઇ ચોથાણી, બિલેશ્વર મહાદેવ મંદિર મહંત ચમનગિરિ ગોસ્વામી, અગ્રણી કાનજીભાઇ સંગાર, અલ્પેશ શાહ, દિલીપસિંહ જાડેજા, હાજી ગનીભાઇ ખલીફા, ડાહ્યાભાઇ રંગાણી, સુરેશ વાસાણી, વંકાભાઇ રબારી, ઉમેશભાઇ મિત્રી વિગેરે અગ્રણીઓએ શુભેચ્છા આપી હતી. 

Panchang

dd