• બુધવાર, 22 જુલાઈ, 2026

કોમનવેલ્થ ગેમ્સમાં મીરાબાઇ ચાનૂ અને લવલીના ભારતની ધ્વજવાહક

નવી દિલ્હી તા.19 : ઓલિમ્પિક મેડલિસ્ટ વેઇટ લિફટર મીરાબાઇ ચાનૂ અને બોક્સર લવલીના બોરગોહન ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ-2026ના ઉદઘાટન સમારંભમાં ભારતીય દળના ધ્વજવાહક રહેશે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સનો ઉદઘાટન સમારંભ તા. 23 જુલાઇએ યોજાશે. ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષાએ મીરાબાઇ ચાનૂ અને લવલીના બોરગોહનના નામ ધ્વજવાહક તરીકે  જાહેર કર્યાં છે. આ બન્ને ખેલાડી હાલ બ્રિટનમાં ટ્રેનિંગ કરી રહી છે. મીરાબાઇએ 2021 ટોકયો ઓલિમ્પિકમાં સિલ્વર અને 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. લવલીનાએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય દળમાં 12પ એથ્લેટ સામેલ છે. જેમાં 77 પુરુષ અને 48 મહિલા ખેલાડી છે. ભારતીય ખેલાડીઓ 13 જુદી જુદી સ્પર્ધામાં પડકાર આપશે. 

Panchang

dd