• શનિવાર, 30 મે, 2026

ઈગા ફ્રેન્ચ ઓપનના ચોથા દોરમાં

પેરિસ, તા. 29 : ચાર વખતની વિજેતા ઈગા સ્વિયાતેક અને યુક્રેનની માર્તા કોસ્ત્યુકે શુક્રવારે શાનદાર રમત રમી બતાવતાં ફ્રેન્ચ ઓપનના ચોથા દોરમાં પહોંચી ગઈ હતી. પાંચ ગ્રાન્ડસ્લેમ વિજેતા સ્વિયાતેકે તેના જ દેશની પોલિશ ખેલાડી મૈગ્ડા લિનેટને 6-4, 6-4થી હાર આપી હતી. બીજી તરફ માર્તાએ વિક્ટોરિયા ગોલુબિમને 6-4, 6-3થી પરાજય આપીને બીજીવાર ચોથા દોરમાં પ્રવેશ કર્યો હતો. માર્તાનો સામનો હવે આગામી દોરમાં સ્વિયાતેક સામે થશે. 15મું સ્થાન ધરાવતી કોસ્ત્યુક અત્યારે જબરદસ્ત ફોર્મમાં છે. તેણે ક્લેકોર્ટ પર જીતનો દોર સળંગ 15 મેચ સુધી પહોંચાડી દીધો છે. અગાઉ મેડ્રિડમાં માર્તાએ પોતાની કારકિર્દીનો સૌથી મોટો ખિતાબ જીત્યો હતો. 2021માં પણ પેરિસમાં ચોથા દોરમાં પહોંચી હતી. જો કે, ત્યાં ઈગા સામે હાર ખમવી પડી હતી. બીજી તરફ ફ્રેંચ ઓપનમાં ઊલટફેરનો ક્રમ ચાલુ રહ્યો છે. મેન્સ સિંગલ્સમાં પાંચમા ક્રમનો ખેલાડી બેન શેલ્ટન બીજા રાઉન્ડમાં હારીને બહાર થયો છે. તેની સામે 62 ક્રમના બેલ્જિયમના ખેલાડી રાફેલ કોલિંગનનો 6-4, 7-પ અને 6-3થી વિજય થયો હતો અને ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. મહિલા સિંગલ્સમાં ચાર વખતની પૂર્વ ચેમ્પિયન પોલેન્ડની ઇગા સ્વિયાતેક હમવતન ખેલાડી એમ. લીન્ટે વિરુદ્ધ 6-4 અને 6-4થી જીત મેળવી ચોથા રાઉન્ડમાં પ્રવેશી છે. 

Panchang

dd