• શનિવાર, 30 મે, 2026

ગિલની લાજવાબ સદી; ગુજરાત ત્રીજીવાર ફાઇનલમાં

ચંડીગઢ, તા. 29 : આઇપીએલ સ્પર્ધા તેનાં અંતિમ ચરણમાં પહોંચી છે, ત્યારે રમતરસિયાઓમાં રોમાંચની પરાકાષ્ટા વચ્ચે શુક્રવારે સુકાની શુભમન ગિલ (104)ની શાનદાર સદીની મદદથી ગુજરાત ટાઇટન્સે 215 રનનું લક્ષ્ય માત્ર ત્રણ વિકેટે પાર પાડીને ત્રીજીવાર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સાત વિકેટે હાર સાથે બહાર થઇ ગયેલી રાજસ્થાન રોયલ્સ વતી ટચુકડા વૈભવ સૂર્યવંશીએ 47 દડામાં 96 રન ફટકારી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. હવે 31 મેના રવિવારે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર મુકાબલો થશે. આઇપીએલમાં આજે  ગુજરાતે સૌથી મોટો લક્ષ્યવેધ કર્યો હતો. મેદાન પર ઊતરતાંની સાથે ક્રીઝ પર જામી ગયેલા સાઇ સુદર્શન અને સુકાની શુભમન ગિલે 167 રનની ભવ્ય ભાગીદારી સાથે દાવનો મજબૂત પાયો નાખ્યો હતો. કમાલની કેપ્ટન ઇનિંગ્સ રમી બતાવતાં ગિલે શાનદાર સદી કરી હતી. 53 દડામાં 104 રન ઝૂડી દેનાર સુકાનીએ 15 ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે 18 વખત દડાને બાઉન્ડરી બહાર મોકલી દીધો હતો. સાઈ સુદર્શને સામો છેડો સાચવતાં 32 દડામાં આઠ ચોગ્ગા, એક છગ્ગા સાથે 58 રન ફટકારી સ્કોરબોર્ડને ગતિ આપવામાં મહત્ત્વની મદદ કરી હતી. રમતનાં અંતિમ ચરણમાં વોશિંગ્ટન સુંદરે નવ દડામાં બે ચોગ્ગા, એક છગ્ગા સાથે 16 અને રાહુલ તેવટિયાએ નવ દડામાં બે ચોગ્ગા, એક છગ્ગા સાથે 17 રન ઉમેર્યા હતા. આજનો મહત્ત્વપૂર્ણ મુકાબલો બેટધરોનાં નામે રહ્યો હતો. બોલરો બેઅસર રહ્યા હતતા. અગાઉ વન્ડર બોય 1પ વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત બીજી મેચમાં સહેજમાં સદી ચૂકી ગયો હતો. આમ છતાં તેની 96 રનની જવાબદારીભરી આક્રમક ઇનિંગ્સની મદદથી રાજસ્થાન રોયલ્સ 6 વિકેટે 214 રનના મજબૂત સ્કોર પર પહોંચી હતી. આથી ગુજરાતને ફાઇનલમાં પહોંચવા માટે 21પ રનનું કઠિન વિજય લક્ષ્ય મળ્યું હતું. મુશ્કેલ પીચ પર વૈભવે 47 દડામાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાથી 96 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી. આ સાથે તેણે આઇપીએલમાં ફક્ત 23 ઈનિંગ્સમાં 1000 રન પૂરા કરવાનો નવો વિક્રમ બનાવ્યો હતો.  વૈભવના આઉટ થયા પછી ડેનોવાન પરેરાએ છેલ્લી ઓવરમાં રાશિદ ખાનની ધોલાઇ કરીને 4 છગ્ગા સાથે 27 રનનો ઉમેરો કર્યે હતો. આથી રાજસ્થાને છેલ્લી 4 ઓવરમાં 60 રન કર્યા હતા. ફરેરા 11 દડામાં 2 ચોગ્ગા-4 છગ્ગા સાથે 38 રને અને રવીન્દ્ર જાડેજા 4પ રનની ઉપયોગી ઈનિંગ્સ રમી નોટઆઉટ રહ્યા હતા.  રાજસ્થાને પાવર પ્લેમાં યશસ્વી (1), જુરેલ (7)ની વિકેટ ગુમાવી 70 રન કર્યા હતા. કપ્તાન પરાગ 11 રને આઉટ થયો હતો. ટાઈટન્સ તરફથી રબાડા અને હોલ્ડરે 2-2 વિકેટ લીધી હતી. 

Panchang

dd