ભુજ, તા. 29 : માંડવી તાલુકાના દરશડી વાડી
વિસ્તારમાં રહેતા જ્યોત્સનાબેન બુધાભાઇ નાયકા (ઉ.વ. 42) નામની મહિલાએ પુત્રીના વિયોગમાં
ઝેરી દવા પીને મોતની સોડ તાણી હતી.પોલીસે આપેલી વિગતો મુજબ હતભાગી જ્યોત્સનાબેનની પુત્રીનું
છ માસ પહેલાં મોત થયું હતું, જેના
કારણે તે ગુમસુમ રહેતા હતા અને શુક્રવારે સવારે તે દરશડી સ્થિત પોતાના નિવાસે હતા ત્યારે
ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે ગઢશીશા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ
કરી આગળની તપાસ હાથ ધરી છે.