• શનિવાર, 30 મે, 2026

અદાલતની સૂચના : દેશની તમામ વડી અદાલતો ત્રણ મહિનાની અંદર ફેંસલો આપે

નવી દિલ્હી, તા. 29 : દેશની સૌથી મોટી તબીબી પ્રવેશ પરીક્ષા નીટ-યુજી પેપર લીક થવાથી રદ થતાં છાત્રો, વાલીઓમાં ભારોભાર નારાજગી વચ્ચે સુપ્રીમ કોર્ટે શુક્રવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ને આકરી ફટકાર લગાવી હતી. બાળકોનાં ભવિષ્ય સાથે ચેડાં બંધ કરો તેવી ચેતવણી કોર્ટે આપી હતી. દરમ્યાન, સરકાર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે આ સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવતાં જણાવ્યું હતું કે, યુપીએસસીમાં તો પેપર લીક થવા જેવી સમસ્યાઓ નથી આવી. એનટીએને તેમાંથી શીખવાની જરૂર છે. બાળકો અને તેમના પરિવારો માટે આ સમગ્ર મામલો પીડાકારી અને પરેશાન કરનારો છે. લાખો છાત્રો વર્ષોથી મહેનત કરતા હોય છે, ત્યારે પેપર લીક જેવી ઘટના શરમજનક છે, તેવું કોર્ટે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે સૌથી વધુ ભાર જવાબદારી નક્કી કરવા પર મૂક્યો હતો. આખરે આવી ગંભીર ગરબડો પાછળ જવાબદાર કોણ તેની ખબર હોવી જોઇએ. કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ નરસિમ્હાએ શિક્ષણ મંત્રાલય પાસેથી નીટ-યુજી પરીક્ષાઓની તપાસ પ્રક્રિયાની વિગતો માગી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ  અદાલતને જણાવ્યું હતું કે, પેપર લીકની ઘટનાને ગંભીરતાથી લેતાં હવે મોટાં સ્તર પર સુધારા કરાય છે. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ભરોસો અપાવ્યો હતો કે, 21મી જૂનના ફરી યોજાનારી પરીક્ષા પૂરી સુરક્ષા તેમજ પારદર્શકતા સાથે કરાવાશે. સરકાર પૂરી ગંભીરતા સાથે કામ કરી રહી છે. સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે એનટીએ અને પૂર્વ ઈસરો પ્રમુખ ડૉ.કે.રાધાકૃષ્ણનને સીધો સવાલ કરતાં કહ્યું હતું કે, આખરે વારંવાર પેપર લીક અને પરીક્ષામાં ગોટાળા થાય છે શા માટે? તમે મજબૂત અને સુરક્ષિત વ્યવસ્થા બનાવવાની ખાતરી આપી હતી. તો પછી વારંવાર આવી ઘટનાઓ શા માટે બની રહી છે? એવું લાગે છે જાણે સમિતિની ભલામણો અને સૂચનો પણ વિફળ સાબિત થઈ રહ્યાં છે કાં પછી તેને યોગ્ય રીતે લાગુ કરવામાં નથી આવતાં.  સુપ્રીમ કોર્ટે આજની સુનાવણીમાં સૌથી વધુ જોર જવાબદારી નક્કી કરવાં ઉપર આપ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, એ ખ્યાલ આવવો જોઈએ કે આ ગોટાળાઓ માટે જવાબદાર કોણ છે. અદાલતને જણાવો કે આનાં માટે કોની જવાબદારી બને છે? ઉલ્લેખનીય છે કે, કોર્ટની આ ટિપ્પણી એટલા માટે પણ મહત્વની બની જાય છે કેમ કે પેપર લીક પછી મોટાભાગે સિસ્ટમની ખામી ગણાવીને કોઈની વ્યક્તિગત જવાબદારી નક્કી થતી નથી. 

Panchang

dd