ગાંધીધામ, તા. 29 : અંજારમાં તસ્કરોએ બંધ મકાનને
નિશાન બનાવી તેમાંથી સોનાં- ચાંદીના આભૂષણો તથા રોકડ સહિત કુલ રૂા. 4,08,693ની માલમતા તફડાવી હોવાના અહેવાલ સાંપડયા હતા. ચોરીનો આ બનાવ દબડા વાડીવિસ્તારમાં ગત તા.
12-30થી 5 વાગ્યા સુધીના અરસામાં બન્યો હતો. પોલીસનાં
સત્તાવાર સાધનોએ વિશાલ ધરમશીભાઈ હડિયાની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, અજાણ્યા આરોપી ફરિયાદીનાં મકાનનું તાળું તોડીને
અંદર પ્રવેશ્યા હતા. હરામખોરો મંગળસૂત્ર 16.190 ગ્રામ કિં. રૂા. 56,900, સોનીની બુટ્ટી 11.730 ગ્રામ કિં. રૂા. 85,723, સોનાંની ત્રણ વીંટી 9.970 ગ્રામ કિં. રૂા. 72,500, સોનાંની ચેઈન 18.580 ગ્રામ કિં. રૂા. 74,770, સોનાંના નજરિયા 3.590 ગ્રામ કિં. રૂા. 17,800, નાના ચાંદીના દાગીના 150 ગ્રામ કિં. રૂા. 31 હજાર તથા રોકડા રૂા. 70 હજાર લઈને પલાયન થયા
હતા. ફરિયાદના કુંટુબીજનો ઘર બંધ કરીને છત ઉપર સૂવા માટે ગયા હતા. તે દરમ્યાન તસ્કરોએ ખાતર પાડયું હોવાનું પોલીસે ઉમેર્યું હતું. પોલીસે
ઘરફોડ ચોરીના ગુનામાં સામેલ તહોમતદારોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ
હાથ ધરી હતી.