ભુજ, તા. 29 : ચેક પરતના કેસમાં મુંબઇના આરોપી
સમીર કિશનલાલ ત્રિવેદીને ભુજની જ્યુડિશિયલ અદાલતે તક્સીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ
તથા વળતરનો આદેશ આપ્યો હતો. ફરિયાદી પ્રતીક કનુભાઇ ઠક્કર પાસેથી આરોપી સમીર ત્રિવેદીએ
રૂા. 3,05,000 વાહન બાબતે લીધા હતા, જે પેટે અપાયેલો ચેક પરત ફરતાં કોર્ટમાં ધા
નખાઇ હતી. અદાલતે બંને પક્ષને સાંભળી પુરાવા અને દસ્તાવેજી આધારો તપાસી આરોપીને તક્સીરવાન
ઠેરવ્યો હતો અને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. તો રૂા. 3,55,000 વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.
જો તેમ કરવામાં કસૂર થાય તો વધુ ત્રણ માસની સાદી કેદનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી
વતી ધારાશાત્રી સંજય પી. મહેશ્વરી, એલ.એચ. માતંગ, એસ.ડી. ગઢવી હાજર રહ્યા હતા.