• શનિવાર, 30 મે, 2026

કરવેરા વ્યવસ્થાને પારદર્શક, સરળ બનાવવાનો પ્રયાસ

ગાંધીધામ, તા. 29 : વિવિધ વૈશ્વિક  વેપાર પ્રવૃતિઓના કેન્દ્ર સ્થાને રહેલા  ગાંધીધામ શહેરમાં  ટેકસેશન અને  કોમ્પલાયન્સ અંગે સમયાંતરે માર્ગદર્શન જરૂરી બન્યું છે.  આ અંતર્ગત આવકવેરા વિભાગ દ્વારા   પ્રાંરભં-2026 અંતર્ગત  આઉટરીચ કાર્યક્રમનું  ગાંધીધામ ચેમ્બરના સહયોગથી આયોજન કરાયેં હતું. જેમાં આઈ.ટી એકટના નવા  સ્વરૂપ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. - ગાંધીધામ ચેમ્બરની સેતુરૂપ ભુમિકા : આરંભમાં ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે  જણાવ્યું હતું કે ભારત સરકારની વિવિધ યોજનાઓ  અને નીતિઓ સામાન્ય લોકો સુધી પહોંચી શકે એન વેપાર ઉદ્યોગ ક્ષેત્રમાં સકરાત્મક અમલ થઈ શકે તે માટે ગાંધીધામ ચેમ્બર સેતુરૂપ ભુમિકા ભજવે છે.કચ્છ જેવા વૈવિધ્યસભર વેપારી વિસ્તારમાં  કરવેરા સબંધી સ્પષ્ટતા અને પારદર્શિતા જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. માનદમંત્રી મહેશ તિર્થાણીએ કહ્યું  હતું કે  સરકારની નિતિઓ  માત્ર કાયદા સુધી  મર્યાદીત ન રહે  પરંતુ સામાન્ય કરદાતા , વેપારી અને યુવા ઉદ્યોગપતિઓ સુધી  સરળ રીતે પહોંચે તે જરૂરી છે. કાર્યક્રમના મુખ્ય વકતા એસી.આઈ.ટી વડા મથકના વિન્સેન્ટ કોલાકોએ આવકવેરા  અધિનિયમના ઐતિહાસિક  વિકાસથી લઈને  વર્તનમાન સમયમાં અમલમાં આવી રહેલા  સુધારાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે 1921 અને 1961ના  આવકરવેરા કાયદાથી લઈને  નવા નાણાકીય વર્ષમાં કરાયેલા સુધારા  અંગેની સફર સમજાવી હતી. તેમણે કહ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને  નાણામંત્રી નિર્મલા સિતારમણના વિકસીત ભારતના દ્રષ્ટિકોણ અંતર્ગત  ટેકસેશન વ્યવસ્થાને વધુ પારદર્શક સરળ , ડીઝીટલ અને બીઝનેશ ફ્રેન્ડલી બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.  - ભાષા અને સંદર્ભો સરળ બનાવાયા : એસી.આઈ.ટી., ગાંધીધામ સર્કલના  ગગન ગુણાવતે નવા ઈન્કમ ટેક્સ એક્ટમાં ભાષા અને સંદર્ભોને સરળ બનાવવામાં આવ્યા છે. જૂના અને જટિલ શબ્દપ્રયોગોને દૂર કરી સ્પષ્ટતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેટલાક મહત્વપૂર્ણ ટર્મ્સને વિચારપૂર્વક યથાવત રાખવામાં આવ્યા છે. ફોર્મ્યુલા, ટેબલ્સ, તારીખો અને ટાઈમ લિમિટ સાથેની માહિતી વધુ વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવી છે. ઉપરાંત નિયમોનું કેન્દ્રિકરણ, મિસલેનિયસ જોગવાઈઓનું સરળીકરણ, યુ.કે.ના - ગાંધીધામતી મળતા સુચનો ઉપર સુધી પહોચાડાશે : પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન ટેક્સ નિષ્ણાત સંજય પંડ્યાએ, જીએસટી કાયદા અમલ વખતે જે રીતે વિગતવાર રાઈટપ રજૂ થયું હતું, તે જ રીતે નવા ઈન્કમ ટેક્સ એક્ટમાં પણ વ્યાખ્યાત્મક માર્ગદર્શિકા ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતે. આયકર અધિકારીએ  નવી વ્યવસ્થા અમલમાં આવે ત્યારે જ  વાસ્તવીક પ્રશ્નો સામે આવે  અને તેના આધારે જ સુધારા શકય બને ાuઁ. તેમણે દેશના વિકાસ માટે સુધારા સ્વિકારવા પડશે તેવું કહી ગાંધીધામથી  મળતા સુચનો  ઉપર સુધી પહોંચાડવામાં આવશે તેવી ખાત્રી આપી હતી. - પ્રોફેશનલ સંસ્થાઓની સહયોગની ખાત્રી : ટેક્સ કન્સલ્ટન્ટ એસોસીએશનના પ્રમુખ શ્રી ગજેન્દ્રાસિંહ તેમજ ગાંધીધામ સીએ એસોસીએશનના પ્રમુખ શ્રી વિરાગ આચાર્યએ નવા એક્ટને બિઝનેસ અને  કરદાતાઓ  માટે વધુ ફ્રેન્ડલી ગણાવ્યો હતો. સરકાર, ટ્રેડ તથા કરદાતાઓ વચ્ચે સકારાત્મક કડી બની પ્રોફેશનલ સંસ્થાઓ સહકાર આપતી રહેશે તેવું કહ્યં હતું. સી.એ પ્રતિનિધિઓએ જુના  અને નવા ફોર્મસ વચ્ચે નો બદલાવ એક સાથે દર્શાવવામાં આવે તેવી માંગ કરી હતી.  કાર્યક્રમમાં  ચેમ્બર ના ઉપપ્રમુખ દિપક પારખખજાનચી ક્રૂલેશ ગોરઅનિમેષ મોદીહરીશ માહેશ્વરીશાદ ઠક્કર, રાજીવ ચાવલાદામજી ભાનુશાળીરામકરણ તિવારી, સીઅ.ઁ ટેકસ કન્સ્લટન્ટ એસોસીએશનના નિલેશ બુચ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.- એ.આઈના વધતા પ્રભાવને લઈને  કરદાતાઓને માહિતી આપવાનો હેતુ : ગાંધીધામ, તા. 28 : પ્રારંભ 2026 અભિયાનનો મુખ્ય હેતુ ટેક્સેશનને સરળ બનાવવો, ડિજિટલ અવેરનેસ વધારવી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખી ટેક્સ પેયર્સને માર્ગદર્શન આપવું તથા લોકોના મનમાં રહેલી ગેરસમજો અને દુવિધાઓ દૂર કરવી તે રહેલ છે. કાર્યક્રમ દરમિયાન દ્રશ્ય-શ્રાવ્ય પ્રેઝન્ટેશન મારફતે વિવિધ મુદ્દાઓને સરળતાથી સમજાવવામાં આવ્યા હતા. - નવા ટેકસ કાયદાનું માળખુ દરેક માટે ઉપયોગી બને તે રીતે તૈયાર કરાયું  : ગાંધીધામ, તા. 28 : આજના સમયમાં વેપારની પરિભાષા બદલાઈ ગઈ છે. કચ્છમાં પોર્ટ-શીપીંગ-ટીમ્બર-સોલ્ટ જેવા ઉદ્યોગોની વિશેષતા દેશના અન્ય વિસ્તારોને અજાણી હોઈ શકે છે, તેવી જ રીતે અન્ય વિસ્તારોના વ્યવસાય વિશે અહીં ઓછું જ્ઞાન હોઈ શકે. આવા સમયમાં નવા ટેક્સ કાયદાનો માળખું દરેક માટે સમજણસભર અને ઉપયોગી બને તે રીતે તૈયાર કરવામાં આવ્યું છ 

Panchang

dd