ગાંધીધામ, તા. 29 : આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં
મુંદરા સર્કલ પાસે જાહેરમાં સર્વિસ રોડ પર મોબાઈલ ફોન દ્વારા વરલી મટકાનો જુગાર રમાડતા
એક શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે
બનાવ સ્થળે દરોડો પાડીને ગુરુમુખદાસ વીરુમલદાસ સતવાણી (ઉં.વ. 50, રહે. આદિપુર) નામના શખ્સને
કોર્ડન કરીને પકડી લીધો હતો. આરોપી પાસેથી જુગારના આંકડા લખેલો રૂા. 5,000ની કિંમતનો એક એમ.આઈ. કંપનીનો
મોબાઈલ ફોન અને રોકડા રૂા. 1,800 મળી કુલ રૂા.
6,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં
આવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ-12 (એ) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ
શખ્સ કોના માટે આંકડા લેતો હતો અને ઉપર કોને લખાવતો હતો તે બહાર આવ્યું નથી, જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.