અંજાર, તા. 29 : શહેરના નવા અંજાર વિસ્તારમાં
આવેલી બેન્ક બરોડા શાખામાં દરવાજો યોગ્ય રીતે
ખોલવામાં ન આવતાં બેંકની નાણાંકીય વ્યવસ્થામાં
વરિષ્ઠ નાગરીકો સહિતનાને હાલાકી વેઠવી પડતી હોવાની ફરિયાદો ઊઠી છે. ગ્રાહકોએ ફરિયાદ
કરતાં જણાવ્યું હતું કે, બેંકનાં ચાલુ કામકાજના દિવસો દરમ્યાન
પણ બેંકના દરવાજાને યોગ્ય રીતે ખોલવામાં આવતો નથી, માત્ર એક માણસ
પસાર થઈ શકે તે પ્રકારે મુખ્ય દરવાજાની જાળીને સાંકળથી બાંધવામાં આવે છે. અહીં અવરજવર
કરવામાં ગ્રાહકોને
હાલાકી વેઠવી પડી રહી છે. આ ઉપરાંત આપતકાલીન સંજોગોમાં બેંકની અંદર રહેલા લોકોને ઝડપભેર
બહાર કાઢવા માટે મુશ્કેલીજનક સ્થિતિ નિર્માણ થવાની ભીતિ પણ ગ્રાહકોએ સેવી હતી. વરિષ્ઠ
નાગરિકો તથા ગ્રાહકોની સુવિધા અને સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખી બેંકના દરવાજાને
યોગ્ય રીતે ખોલવામાં આવે તેવી માંગ ઊઠી છે.