• ગુરુવાર, 14 મે, 2026

કોહલીની કમાલ સામે કેકેઆર પરાસ્ત

રાયપુર, તા. 13 : ચેઝ માસ્ટર વિરાટની અણનમ સદી (60 દડામાં 105)ની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકતા નાઈટ રાઈડર્સને છ વિકેટે હાર આપી પોઈન્ટ ટેબલમાં ટોચનૃ સ્થાન મેળવી લીધું હતું. આજની મેચમાં સદી સાથે કોહલીએ ટી-20માં સૌથી ઝડપી 14000 રન પણ પુરા કરવાનો વિક્રમ પણ નોંધાવ્યો હતો. કેકેઆરે આપેલા 193 રનના લક્ષ્યાંકને આંબવા ઉતરેલી બેંગલોરની પહેલી વિકેટ 37 રને પડી હતી. ઓપનર જેકબ બેથલ 12 દડામાં 15 રન કરી કાર્તિક ત્યાગીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી અને દેવદત પડીકલે કોલકતાના બોલરોને મચક ન આપતા 59 બોલમાં 92 રનની ભાગીદારી કરી મેચ બેંગલોરના પક્ષમાં લાવી દીધી હતી. પડીકલે 27 દડામાં સાત  ચોગ્ગા સાથે 39 રન કર્યા હતા. કપ્તાન રજત પાટીદારે 11 રન કર્યા હતા. વિરાટ કોહલીએ ફરી એકવાર સાબિત કર્યું હતું શ્રેષ્ઠ ચેઝ માસ્ટર છે. કોહલીએ પોતાના દાવમાં 11 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારી કોલકતાના બોંલિંગ આક્રમણને બેઅસર કરી દીધું હતું. કેકેઆર તરફથી કાર્તિક ત્યાગીએ ત્રણ જ્યારે સુનિલ નારાયણે એક વિકેટ ઝડપી હતી. અગાઉ વરસાદના વિઘ્નને લીધે સવા કલાક મોડી શરૂ થયેલી આજની આઇપીએલ મેચમાં આરસીબી સામે કેકેઆરના 20 ઓવરમાં 4 વિકેટે 192 રન થયા હતા. યુવા બેટર અંગકૃષ રઘુવંશીએ 46 દડામાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાથી 71 રનની આકર્ષક ઈનિંગ્સ રમી હતી. તે ઈનિંગ્સના અંતિમ દડે રનઆઉટ થયો હતો, જ્યારે રિંકુ સિંહે ડેથ ઓવર્સમાં ફરી એકવાર ફિનિશર બનીને 29 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી 49 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. આ બન્ને વચ્ચે ચોથી વિકેટમાં 46 દડામાં 76 રનની ભાગીદારી થઇ હતી.  કેકેઆરની શરૂઆત નબળી રહી હતી અને પાવર પ્લેમાં જ બન્ને ઓપનર ફિન એલન (18) અને કપ્તાન અજિંકયા રહાણે (19)ની વિકેટ ગુમાવી દીધી હતી. 48 રનમાં બે વિકેટ ગુમાવી દીધા બાદ યુવા અંગકૃષ રઘુવંશી અને કેમરૂન ગ્રીન વચ્ચે ત્રીજી વિકેટમાં 46 દડામાં 68 રનની મહત્ત્વની ભાગીદારી થઇ હતી. ગ્રીન 24 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી 32 રને આઉટ થયો હતો. આરસીબી તરફથી ભુવનેશ્વર, હેઝલવૂડ અને રસિખ ડારે 1-1 વિકેટ લીધી હતી.

Panchang

dd