વિશ્વના
સૌથી ધનાઢય ભારતીય ક્રિકેટ બોર્ડે નાણાંનો વરસાદ કરતી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં
શિસ્તનો અભાવ તથા ખેલાડીઓ,
ફ્રેન્ચાઈઝ ટીમ માલિકો અને અધિકારીઓ તથા સંબંધિત લોકો દ્વારા પ્રોટોકોલ
ભંગની ઘટનાઓ જોતાં બીસીસીઆઈના એન્ટિ-કરપ્શન વિભાગે કેટલીક બાબતો તરફ આંગળી ચીંધવા સાથે
મેચ ફિક્સિંગ, હની ટ્રેપ, ખેલાડીઓની સુરક્ષા,
ગેરકાયદે આર્થિક વહેવારને મોકળું મેદાન મળવાની શક્યતા પ્રત્યે પણ ધ્યાન
દોર્યું છે, આથી બીસીસીઆઈએ 10 કડક નિયમની યાદી આઈપીએલના 10 ફ્રેન્ચાઈઝી માલિકને પાઠવવા ઉપરાંત અલ્ટિમેટમ
આપતાં કહ્યું છે કે,
આ નિયમોનું ઉલ્લંઘન થશે તો તેનું પરિણામ સારું નહીં આવે. આઈપીએલ સ્પર્ધામાં
શરૂઆતમાં પાર્ટી કલ્ચર અને ગ્લેમરની રેલમછેલને પગલે કેટલાક કાંડ થયા બાદ આ બધું બંધ
થયું. બીસીસીઆઈને સૌથી વધુ વાંધો ખેલાડીઓની ગર્લફ્રેન્ડ્સનો, ટીમની હોટેલ, મેદાન અને જ્યાં માત્ર ખેલાડીઓને જ પ્રવેશ
હોય છે એવી જગ્યાઓએ મુક્ત અવરજવર સામે છે. ખેલાડીઓ કોની સાથે ડેટ કરે છે, લગ્ન વિના લિવ-ઈનમાં રહે છે કે જાહેરમાં પ્રેમનું પ્રદર્શન કરે છે,
એ તેની વ્યક્તિગત બાબત છે, એમાં ચાહકો કે ક્રિકેટ
બોર્ડને કોઈ લેવા-દેવા ન હોવા જોઈએ, પણ ટીમની માટિંગ્સ તથા હોટેલ્સમાં
ગર્લફ્રેન્ડની અનિયંત્રિત હાજરી ચિંતાનો વિષય છે. વળી, મેચ દરમિયાન
આવી જગ્યાઓએ કોણ આવી શકે અને કોણ નહીં એની સ્પષ્ટ નિયમાવલિ હોય છે અને ખેલાડીઓના ડ્રાસિંગ
રૂમ કે ડગઆઉટમાં લોકોની ભીડ વધી રહી છે, એ જોતાં બીસીસીઆઈનાં
ભવાં તણાયાં છે. આ
વખતે આઈપીએલ દરમિયાન અનેક બાબતો વાયરલ થઈ છે, રાજસ્થાન રોયલ્સનો સુકાની રિયાન પરાગ મેચ દરમિયાન ડ્રાસિંગ
રૂમમાં વાપિંગ કરતો કેમેરા પર ઝડપાઈ ગયો હતો. ભારતમાં વાપિંગ પર પ્રતિબંધ છે અને દંડનીય
અપરાધ છે. રિયાનને મેચ ફીના 25 ટકા અને એક ડીમેરિટ પોઈન્ટ જેવો હળવો દંડ કરી છોડી દેવાયો છે. આ ઉપરાંત, રાજસ્થાનની ટીમ મેનેજમેન્ટના
એક સભ્ય મેદાન પર સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતો જોવા મળ્યો અને એ પછી આ જ ટીમનો બોલર યુઝવેન્દ્ર
ચહલ તો ફ્લાઈટમાં વાપિંગ કરતો જોવા મળ્યો હતો. ખેલાડીઓ અને ટીમો સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ
નાખવા માટે અને ફોલોઅર્સ વધારવા માટે મેદાન અને ટીમની માટિંગોમાંથી રીલ્સ અને લાઈવ
કરતા થઈ ગયા છે. આઈપીએલમાં ક્રિકેટની ઓછી અને અન્ય બાબતોની ચર્ચા જ વધુ હોય છે અને
આ વખતે તો હદ જ થઈ ગઈ છે. કેટલીક ટીમના માલિકોનું વર્તન, ખેલાડીઓ
સાથે તેમનું વર્તન, ટીમની અંદર ખેલાડીઓ વચ્ચે અણબનાવ તથા શિસ્તનો
સદંતર અભાવ આ વખતની જાણે કે હાઈલાઈટ્સ છે. બીસીસીઆઈનું આ પહેલુ સમયોચિત છે અને ખેલાડીઓ
ખુદને રમત કરતાં મોટા સમજવા લાગે અને નાણાંની બોલબાલા વધે એ પહેલાં મારેલી આ બ્રેક
સફળ રહે એમાં સૌનું હિત છે.