ભુજ, તા. 13 : ખેડૂત પાસેથી દાડમનો પાક લઇ તે પેટે આપેલો ચાર
લાખનો ચેક પરત ફરવાના કેસમાં દાડમના વેપારી નારાણ રામભાઇ સાખરાને એક વર્ષની કેદની સજાનો
હુકમ અદાલતે આપ્યો છે. ફરિયાદી ખેડૂત હિતેશ બાબુલાલ લીંબાણીએ તેની ખેતીનો દાડમનો પાક
આરોપી નારાણ રામભાઇ (રહે. મોટી ભુજપુર, તા. મુંદરા)ને વેચ્યો હતો. દાડમના વેપારી નારાણે દાડમ પેટેની
રકમનો ચાર લાખનો ચેક આપ્યો હતો, જે ફરિયાદીએ બેંકમાં નાખતાં પરત
ફર્યો હતો. આથી કેસ દાખલ કરાતાં અદાલતે આરોપી નારાણને તક્સીરવાન ઠેરવી એક વર્ષની કેદની
સજા તથા રૂા. ચાર લાખ 30 દિવસમાં
વળતર પેટે ચૂકવવા અને જો વળતર ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો છે. ફરિયાદી
વતી વકીલ કે.એમ. ધુવા,
સી.એસ. મહેશ્વરી, દીપક કે. મહેશ્વરી હાજર રહ્યા
હતા.