નવી દિલ્હી, તા. 10 : ગુજરાત ટાઇટન્સ
ફ્રેંચાઇઝીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનિંગ બેટર મેથ્યુ હેડનને આઇપીએલ-2026 સીઝન માટે ટીમના બેટિંગ કોચ
નિયુક્ત કર્યા છે. પોતાના સમયના સૌથી પ્રતિભાશાળી બેટધરો પૈકિના એક મેથ્યુ હેડન હવે
ગુજરાત ટાઇટન્સના કોચિંગ સ્ટાફમાં સામેલ થશે. જેમાં આશિષ નેહરા, વિક્રમ સોલંકી, પાર્થિવ
પટેલ પહેલાથી જ છે. મેથ્યુ હેડન આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના બેટિંગ સલાહકાર રહી
ચૂક્યા છે. નિયુકિત બાદ હેડને જણાવ્યું હતું કે સારી બેટિંગ દબાણ ઉભું કરે છે અને શાનદાર
બેટિંગ રમત પર પૂરી રીતે કબજો કરી લે છે. આ માપદંડ હું ગુજરાત ટાઇટન્સ ટીમમાં સ્થાપિત
કરવા માગુ છું. શુભમન ગિલની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ ટીમ આઇપીએલની 202પ સીઝનમાં ત્રીજા સ્થાને રહી
હતી. મેથ્યુ હેડન ઓસ્ટ્રેલિયા તરફથી કુલ 273 ઇન્ટરનેશનલ મેચ રમી હતી. જેમાં તેનાં નામે 1પ,000થી વધુ રન છે.