ભુજ, તા. 10 : સાંસદ વિનોદ ચાવડાએ વડાપ્રધાન
નરેન્દ્ર મોદી તેમજ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું
કે, આ પ્રોજેક્ટ કચ્છ પ્રદેશનો ગુજરાતના બાબીના
ભાગ સાથે જોડાણ સુધારશે. ધોરડો ખાતેના રણોત્સવ તેમજ ધોળાવકીરામાં સાંસ્કૃતિક કાર્યક્રમો
યોજાય છે. જેની પહોચ આ કોરીડોર પર આધારિત છે. આ હાઈવે કચ્છમાં મુખ્ય ખનીજ અને મીઠા
ઉદ્યોગો માટે માલસામાનની અવર જવરને પણ સરળ બનાવશે, જે પ્રાદેશિક
આર્થિક વિકાસમાં ફાળો આપશે. હાલમાં હયાત રસ્તો સિંગલ લેન હોવાથી ખૂબ જ ભીડી-ભાડવાળો
છે અને અકસ્માતો થવાની સંભાવના વધારે છે. હવે 2-લેન વાળા રસ્તામાં અપગ્રેડ કરવાથી ટ્રાફિકમાં
ઘટાડો થશે, માર્ગ સલામતીમાં સુધારો
થશે અને વાહન સંચાલન ખર્ચમાં ઘટાડો થશે, જેના પરિણામે સલામત અને
વધુ કાર્યક્ષમ મુસાફરી થશે અને સાથે સાથે ઈંધણ કાર્યક્ષમતામાં પણ સુધારો થશે. વધુમાં
પ્રવાસન, સીમા સુરક્ષા અને આર્થિક વિકાસને વેગ આપશે.