અમદાવાદ, તા. 9 : જસપ્રિત
બુમરાહ તેના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ફાઇનલમાં કિવિઝ સામેની જીત પાછી
ભાવુક થયો હતો. તેને અહીં મળેલી 2023ની
વન ડે વિશ્વ કપની ઓસ્ટ્રેલિયા સામેની હાર યાદ આવી ગઈ હતી. બુમરાહે આજીત ઘણી ખાસ બતાવી
હતી. બુમરાહે ટી-20 કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન
કરીને 1પ રનમાં 4 વિકેટ લીધી હતી. આથી તે પ્લેયર ઓફ ધ ફાઇનલ બન્યો હતો.
ટૂર્નામેન્ટમાં તેની કુલ 14 વિકેટ
થઈ હતી. તે સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની સૂચિમાં ટોચ પર પહોંચી ગયો હતો. એવોર્ડ સ્વીકાર્યાં
બાદ બુમરાહે કહ્યું આજનો વિજય ખાસ છે કારણ કે ઘરેલુ મેદાન પર એક ફાઇનલ રમ્યો હતો. જે
અમે જીતી શક્યા ન હતા. આજે મારાં મગજમાં બધું સ્પષ્ટ હતું. મેં અહીં ઘણું ક્રિકેટ રમ્યું
છે. મેં મારા પૂરા અનુભવોનો ઉપયોગ કર્યો. મારી તમામ યોજના સફળ રહી. આ માટે ભગવાનનો
આભારી છું. બુમરાહે શાંત રહીને ચાલાકીથી બોલિંગ માટેનો શ્રેય સાથી બોલરોને પણ આપ્યો
હતો.