અમદાવાદ, તા. 9 : ટી-20 વર્લ્ડ કપનો ફાઇનલ મેચ ભારતીય ક્રિકેટનો સ્વર્ણિમ ઇતિહાસ
બની ચૂક્યો છે. ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ ટીમને તમામ મોરચે માત આપી 96 રને સંપૂર્ણ વર્ચસ્વ સાથે વિજય પ્રાપ્ત કરી ત્રીજીવાર
ટી-20 વર્લ્ડ કપ કબજે કર્યો હતો. ભારતની
આ જીતનો નાયક ફરી સંજૂ સેમસન બન્યો હતો. તેણે પ ઇનિંગમાં 321 રન કર્યાં હતા અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર થયો
હતો. તેની એવરેજ 80.2પ અને સ્ટ્રાઇક
રેટ લગભગ 200 રહી. ટૂર્નામેન્ટમાં
સૌથી વધુ રન કરનાર બેટર્સ સૂચિમાં સંજૂ ત્રીજા સ્થાને રહ્યો. ફાઇનલમાં તેણે 46 દડામાં પ ચોગ્ગા-8 છગ્ગા
સાથે 89 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.
સંજૂ સેમસને વર્લ્ડ કપમાં કુલ 24 છગ્ગા
ફટકાર્યા હતા. જે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ છગ્ગાનો નવો રેકોર્ડ બન્યો છે. અગાઉ આ રેકોર્ડ
વિન્ડિઝના નિકોલસ પૂરન (17)ના
નામે હતો. જે તેણે 2024ના ટી-20 વિશ્વ કપમાં બનાવ્યો હતો.