મુંબઇ, તા. 10 : ટી-20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાએ
બીસીસીઆઇએ પૈસાનો વરસાદ કર્યો છે. બોર્ડે આજે ટી-20 વિશ્વ કપ-2026 વિજેતા ભારતીય
ટીમને 131 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર
કર્યું છે. બીસીસીઆઇએ જણાવ્યું છે કે આ ઇનામમાં ખેલાડીઓ સાથે કોચિંગ અને સપોર્ટિંગ
સ્ટાફ ઉપરાંત પસંદગીકારો પણ સહભાગી બનશે. જો કે ખેલાડીઓને અને કોચિંગ સ્ટાફનો હિસ્સો
કેટલો હશે તે આંકડા બીસીસીઆઇએ જાહેર કર્યાં નથી. વર્ષ 2024માં જયારે ભારતીય ટીમ ટી-20 ચેમ્પિયન બની હતી ત્યારે બીસીસીઆઇએ
12પ કરોડનું ઇનામ આપ્યું હતું. ત્યારે ખેલાડીઓ
અને હેડ કોચ રાહુલ દ્રવિડને પ-પ કરોડ મળ્યા હતા. હવે આ વખતે બીસીસીઆઇએ જે 131 કરોડનું ઇનામ જાહેર કર્યું
છે. તે ભારતીય ખેલ ઇતિહાસનું સૌથી મોટું ઇનામ છે. ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ ચેમ્પિયન બનવા
માટે આઇસીસી તરફથી ટ્રોફી સાથે 27.60 કરોડની પ્રાઇસ
મની મળી હતી. ગયા વર્ષે ટીમ ઇન્ડિયા જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા બની હતી ત્યારે
બીસીસીઆઇએ પ8 કરોડ રૂપિયાનું ઇનામ આપ્યું હતું. ભારતીય
ટીમે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 96 રને સજ્જડ
હાર આપી હતી અને રેકોર્ડબ્રેક ત્રીજીવાર ટી-20 વર્લ્ડ કપ કબજે કર્યો હતો.