અમદાવાદ, તા. 9 : ટી-20 વિશ્વ કપ-2026ની
શાનદાર જીત બાદ ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે કહ્યંy કે હવેનું લક્ષ્ય ઓલિમ્પિક-2028માં ગોલ્ડ મેડલ જીતવો છે. ફાઇનલમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધના
એક તરફી 96 રનના વિજય પછી સૂર્યકુમારે જણાવ્યું
કે પાછલા એક મહિનાની અમારી સફર શાનદાર રહી. જો કે તેની શરૂઆત અમે ઇચ્છતા હતા તેવી થઇ
નહીં. જો કે આ બધું રમતનો એક હિસ્સો છે. શરૂઆતથી લઇને આજ સુધીની સફરમાં જે પણ કાંઇ
હાંસલ કર્યું તે આજે આપની સામે (ટ્રોફી) છે. આથી હું ખુશ છું. હવે અમારૂ લક્ષ્ય ઓલિમ્પિક
ગોલ્ડ મેડલ છે. જે માટે અમારી ટીમ કામ કરી રહી છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે પેરિસ
ઓલિમ્પિક-1900 પછી પહેલીવાર
ક્રિકેટ રમત 2028ના ઓલિમ્પિકમાં
સામેલ થઇ છે. જેમાં પુરુષ અને મહિલા વર્ગમાં 6-6 ટીમ
હિસ્સો બનશે. હાલના આઇસીસી ક્રમાંક અનુસાર એશિયામાંથી ટીમ ઇન્ડિયાનું કવોલીફાય થવું
નિશ્ચિત છે. તમામ મેચ લોસ એન્જિલ્સ નજીક રમાશે. આ પત્રકાર પરિષદમાં સૂર્યકુમારે રોહિત
શર્માની આગેવાનીમાં 2024 ટી-20 વિશ્વ કપ જીતને એક ટર્નિંગ પોઈન્ટ બતાવ્યો હતો. સૂર્યકુમારે
કહ્યંy 2024 પછી બધું બદલાય
ગયું છે. અમે એક અલગ પ્રકારનું ક્રિકેટ રમ્યા છીએ. આગળ પણ આવું જ કરતા રહેશું. અમે
202પમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, એકદમ અલગ પ્રકારનું ક્રિકેટ રમ્યા. અમે 2026માં ઘરેલુ દર્શકો સમક્ષ કંઇક અલગ કરવા માગતા હતા. આ
ક્રમ 2027, 2028, 2029માં ચાલુ રાખવા
માંગીએ છીએ. અટકવું નથી.
સૂર્યકુમારનું અડાલજ વાવ ખાતે ટ્રોફી સાથે ફોટોશૂટ
અમદાવાદ, તા. 9: ટી
ર0 વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા ટીમ ભારતીય ટીમના કેપ્ટન
સૂર્યકુમાર આજે અડાલજની વાવ ખાતે ફોટો શૂટ કરાવવા પહોંચ્યા હતા. જ્યાં તેમના ચાહકો
પણ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. સૂર્યકુમારે ત્યાં વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટો
શૂટ કરાવ્યુ હતું. ગાંધીનગરમાં આવેલી ઐતિહાસિક અડાલજની વાવ ખાતે સૂર્યકુમાર આવતા જ
ખાસ માહોલ જોવા મળ્યો હતો.