• બુધવાર, 11 માર્ચ, 2026

હવે રોડ ટુ હેવન નહીં, હાઈવે ટુ હેવન

રાપર, તા. 10 :ઘડુલી સાંતલપુર નેશનલ હાઈવે અંતર્ગત  રણ ચીરીની  બનાવાયેલો   સીંગલ પટ્ટી રોડ થકી  રોડ ટ y હેવન  રસ્તો માત્ર કચ્છ ગુજરાત ભારત જ નહી વિશ્વભરમાં પ્રસિધ્ધ થયો  છે અને 30 કીલોમીટરના આ અફાટ રણ વચ્ચેની રસ્તાની સુંદરતા માણવા  પ્રવાસીઓ  અચુક અહી આવે જ  છે ત્યારે   આ રસ્તાને પહોળો કરવા માટેની દરખાસ્ત લાંબા સમયથી પડતર હતી પરંતુ આખરે કેન્દ્ર સરકાર દ્વારા હાજીપીરથી ધોળાવીરા સુધીના રસ્તાના વિસ્તૃતિકરણને મંજુરી આપતા   રોડ ટુ હેવન હવે હાઈવે ટુ હેવન બનશે. - 165 કીમીનો માર્ગ ડબલ બનશે : આ અંગે મળતી વિગતો મુજબ કચ્છ માટે કેન્દ્ર સરકાર દ્વારા 165.58 કીમી ધોળાવીરાથી કાઢવાંઢ-ખાવડા-હાજીપીર-ઝારા-ઘડુલી-લખપત સુધીનાં પેવ્ડ શોલ્ડર કંફિગ્રેશન સાથે ટુ-લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ 754-કે બનાવવા માટે રૂપિયા 650.42 ની મંજૂરી આપવામાં આવી છે.   આ અંગેની કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરતાં તેમનાં એક્સ એકાઉન્ટ પર જણાવ્યું હતું કે `કચ્છનું ગુજરાતનાં અન્ય ભાગોથી જોડાણ મજબૂત બનશે. કચ્છમાં પ્રતિવર્ષ અનેક ઉત્સવો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનાં આયોજનો થતાં હોય છે જેમાં આ કોરિડોર મહત્વનો સાબિત થશે. આ ધોરીમાર્ગથી ખનીજ અને મીઠાં જેવા ઉદ્યોગોનું પરિવહન સરળ, સુરક્ષિત અને સસ્તું બનશે જે કચ્છનાં આર્થિક વિકાસમાં સહયોગી બનશે. - માર્ગ ઉપર અકસ્માતો ઘટશે : હાલમાં ઉપલબ્ધ સડકો પર વધુ ભારણને લીધે અકસ્માતોનું પ્રમાણ વિશેષ છે ત્યારે આ માર્ગને પેવ્ડ શોલ્ડર સાથે ટુ-લેનમાં અપગ્રેડ કરવાથી પરિવહનનું ભારણ ઓછું થશે.` - ધોળાવીરાથી સાંતલપુરના રસ્તાનું વિસ્તૃતીકરણનું કામ ચાલુ : ઉલ્લેખનીય છે કે  રોડ ટુ હેવનના વિસ્તણ માટે પહેલા ધોળાવીરા સુધીનરા માર્ગની દરખાસ્ત મુકવામાં આવી હતી ત્યારે આખા રસ્તાની દરખાસ્ત્ મુકવા કહેવાયું હતું. કેન્દ્ર સરકાર સમક્ષ હાજીપીરથી સાંતલપુરનાં રોડનાં વિસ્તરણ માટે મંજૂરીની દરખાસ્ત મૂકવામાં આવેલી ત્યારે સરકાર દ્વારા ઔદ્યોગિકીકરણને ધ્યાનમાં રાખીને ફેઝ-1 માં ધોળાવીરાથી સાંતલપુર સુધીનાં માર્ગનાં વિસ્તૃતિકરણની મંજૂરી આપવામાં આવી હતી જે કામ અત્યારે ચાલુ છે. હવે ફેઝ-2 માં ધોળાવીરાથી લખપતનાં માર્ગને વિસ્તૃત કરવાની મંજૂરી આપવામાં આવી છે. - વાહનોનું પરિહવન સરળ બનશે : રોડ ટુ હેવનનાં વિસ્તરણ અંગે કચ્છમિત્ર દ્વારા તાજેતરમાં જ અહેવાલ આપવામાં આવ્યો હતો. આ માર્ગનાં વિસ્તૃતિકરણથી ધોળાવીરા દર્શન માટે આવતાં લોકોને એક ટૂંકો અને વૈકલ્પિક માર્ગ મળશે તો રણોત્સવ સહિત પ્રવાસનનાં વિકાસથી વધતાં ટ્રાફિક અને અક્સ્માતનાં જોખમમાં ઘટાડો થશે. વળી ખનીજ અને મીઠાંનું પરિવહન સરળ, સુરક્ષિત અને સસ્તું બનશે તો કચ્છનાં લખપતથી ખડીરનાં ધોળાવીરા સુધીની કનેક્ટીવીટી મજબૂત બનશે અને સરહદી એવા બંને વિસ્તારનાં વિકાસમાં એક મહત્વપૂર્ણ કદમ કહેવાશે તો રોડ ટુ હેવન હવે 'હાઈવે ટુ હેવન' બનશે! - ખડીરના વિકાસનો રાજમાર્ગ : ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ આ માર્ગનાં વિસ્તૃતિકરણથી ધોળાવીરા અને ખડીરનાં વિકાસમાં એક વધુ રાજમાર્ગ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ વિનોદ ચાવડાનો આભાર વ્યક્ત કર્યો હતો. - ખડીર લખપતના વિકાસનો સ્નેહ સેતુ : ખડીરનાં વિકાસમાં એક વધુ મહત્વપૂર્ણ માર્ગની જાહેરાત થતાં ખડીરનાં અગ્રણી અને ધોળાવીરા સરપંચ જીલુભા સોઢાએ આ માર્ગને ખડીર અને લખપતનો સ્નેહ અને વિકાસનો સેતુ ગણાવી આ માર્ગને લીધે પ્રવાસનને વેગ મળશે અને ખડીર અને લખપત વધુ નજીક આવશે તેમ જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સાંસદ, ધારાસભ્ય વગેરેનો આભાર વ્યક્ત કર્યો હતો.  

Panchang

dd