નવી દિલ્હી, તા. 10 : આજે સુપ્રીમ કોર્ટે અવલોકન કરતાં જણાવ્યું હતું કે, હવે સમાન નાગરિક સંહિતા (યુસીસી) લાગુ કરવાનો
સમય આવી ગયો છે. કોર્ટે મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવનો આરોપ લગાવીને 1937ના શરિયત કાયદાની કેટલીક જોગવાઈઓને
રદ કરવાની માંગ કરતી અરજીની સુનાવણી દરમ્યાન આ ટિપ્પણી કરી હતી. સર્વોચ્ચ અદાલતના મુખ્ય
જજ સૂર્યકાન્ત, જોયમાલ્યા બાગચી અને આર.
માધવનની બેન્ચે આ કેસની સુનાવણી કરતાં કહ્યું હતું કે, આ મુદ્દો
ગંભીર છે, આ સંદર્ભે કોર્ટના બદલે સંસદએ નિર્ણય લેવો જોઈએ. શયિરત
કાયદાની કેટલીક કલમો હટાવવાથી મુસ્લિમ સમાજમાં મિલકતની વહેંચણી બાબતે કોઈ સ્પષ્ટ કાયદો
નહીં બચે અને કાયદાકીય ખાલીપો સર્જાશે. આ મામલે સૂર્યકાન્તે જણાવ્યું હતું કે,
આ કાયદામાં સુધારા કરવાની ઉતાવળમાં એવું ન બને કે જે લોકોના અધિકારો માટે લાગુ થાય છે તેમને જ નુકસાન
થાય. સુપ્રીમ કોર્ટ સરકારને કેટલીયવાર યુસીસી લાગુ કરવની વાત કરી ચૂકી છે. નિયમો એવા છે જે બધા સમાજો એક સમાન રીતે લાગુ પડતા
નથી, પરંતુ એનો અર્થ
એ નથી કે કોર્ટ તેને સીધા અસંવૈધાનિક જાહેર
કરી દે, એવું જોયમાલ્યા બાગચીએ જણાવ્યું હતું. અરજીકર્તાઓ તરફથી
વકીલાત કરતાં વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે,
કોર્ટ દ્વારા એવું જાહેર કરી શકાય કે મિલકતમાં મુસ્લિમ મહિલાઓને પુરુષ
સમાન અધિકાર મળવો જોઈએ.ં આ મુદ્દે સુપ્રીમે
કહ્યું કે, તેનું કાયમી સમાધાન સમાન નાગરિક સંહિતા કાયદો જ છે,
પરંતુ તેને અમીલ બનાવવાનો નિર્ણય સંસદને લવો પડશે.