• બુધવાર, 11 માર્ચ, 2026

વ્યાજખોરીના ગુનાના નાસતા આરોપીને ઝડપી પાડતી નખત્રાણા પોલીસ

ભુજ, તા.10 : નખત્રાણા પોલીસ મથકે નોંધાયેલા વ્યાજખોરીના ગુનાનો નાસતો ફરતો આરોપી બળવંતસિંહ ઉર્ફે બળુભા તગજી સોઢા (રહે. મૂળ ખાનાય, હાલ નખત્રાણા)ને નખત્રાણા પોલીસે ઝડપી પાડયો હતો. નખત્રાણા પોલીસને બાતમી મળી હતી કે, વ્યાજખોરીના ગુનાનો આરોપી બળવંતસિંહ ઉર્ફે બળુભા સોઢા હાલે શની ઢાબા પાસે હાજર છે. આથી તેને ત્યાંથી ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ આરોપી બળુભાનો ગુનાહિત ઈતિહાસ ખરડાયેલો છે, તેની વિરુદ્ધ નખત્રાણામાં ચાર અને નરામાં એક ગુના નોંધાયેલા છે. આ કામગીરીમાં પીઆઈ જે.ડી. સરવૈયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા. 

Panchang

dd