અમદાવાદ, તા. 10 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત
વિધાનસભા ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક
પ્રવૃત્તિઓ વિભાગની બજેટ માંગણીઓ આ વિભાગના મંત્રી હર્ષ સંઘવીને ગેરહાજરીમાં કૃષિ મંત્રી
જીતુભાઈ વાઘાણી રજૂ કરી હતી. જેના પર ચર્ચા બાદ મંત્રીના જવાબ પછી આ વિભાગની રૂ. 2006 કરોડની અંદાજપત્રિય માંગણીઓ
પસાર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ બજેટમાં માત્ર રમતગમત ક્ષેત્ર માટે રૂ. 1331 કરોડની જોગવાઈ કરવામાં આવી
છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ 335 એકરમાં ફેલાયેલું એસવીપી સ્પોર્ટ્સ એન્ક્લેવ વૈશ્વિક ફલક પર
ગુજરાતને રમતગમત ક્ષેત્રે અગ્રેસર કરવા માટેના મિશનનું કેન્દ્રાબિંદુ બનશે. આ એન્ક્લેવમાં
12000ની ક્ષમતા ધરાવતું ઓલિમ્પિક
સ્ટાન્ડર્ડ એક્વેટિક સેન્ટર, 24,000ની ક્ષમતાનું ટેનિસ સેન્ટર
અને 18000ની બેઠક ક્ષમતા ધરાવતું અત્યાધુનિક
ઇન્ડોર એરેના તૈયાર કરવામાં આવશે. મંત્રીએ જણાવ્યું હતું કે, કરાઈ ખાતેની ગુજરાત પોલીસ એકેડેમીમાં 143 એકર વિસ્તારમાં 50,000ની ક્ષમતાવાળું નવું એથ્લેટિક્સ
સ્ટેડિયમ અને આધુનિક શાટિંગ રેન્જનું નિર્માણ થઈ રહ્યું છે. ખેલાડીઓની સુવિધા માટે
અમદાવાદના ભાટ ખાતે 135 એકરમાં 17,500 ખેલાડીઓ રહી શકે તેવું આધુનિક
ઓલિમ્પિક ગેમ્સ વિલેજ બનાવવામાં આવશે.