કોડાય, તા. 22 : કોડાય સ્પોર્ટ્સ ક્લબ દ્વારા અખિલ કચ્છ ગ્રામ પંચાયત નાઈટ ક્રિકેટ
ટૂર્નામેન્ટનું કોડાય ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજન કરાયું હતું. 75 ટીમે ભાગ લીધો હતો, ફાઈનલમાં ઝરપરા ટીમે 53 રને જીત મેળવી હતી, કોડાય ટીમ રનર્સઅપ રહી હતી. ફાઈનલ મેન ઓફ ધ
મેચ મોહન ગેલવા, મેન ઓફ ધ સિરિઝ ગઢવી આસારિયા, બેસ્ટ બોલર આબેદીન બાવા, બેસ્ટ બેટ્સમેન ગુલામભાઈ (ઝરપરા), બેસ્ટ ફિલ્ડર, અકબર
ભટ્ટીને આયોજકો દ્વારા ઇનામો અપાયાં હતાં. ગામના સામાજિક અગ્રણી દિનેશ ઠક્કર,
મુખ્ય સ્પોન્સરે ટૂર્નામેન્ટને
સફળ બનાવવા માટે યોગદાન આપ્યું હતું. આયોજનને
સફળ બનાવવા જુણેજા સાજિદ, હાજી નોડે, નિખિલ
લાલન, શ્રી નોડે, મહેન્દ્ર ગોસ્વામી,
શાહિદ નોડે, હમીદ તુર્ક, નારણભાઈ ગઢવી, સલીમ લોઢિયા, રાયમા સાહિલ, ઇમ્તિયાઝ
લોઢિયા, ફેઝ કુંભાર, આસિફ જુણેજા,
(લાઇવ મેચ), ફાઇનલ મેચની ટોસવિધિ ભાવેશ ઠક્કરે કરી હતી. આ પ્રસંગે અબ્દુલ્લાભાઈ પટેલે જણાવ્યું
હતું કે, રમતગમતથી શારીરિક શક્તિમાં વધારો થાય છે અને એકતાની
ભાવના વધે છે આ પ્રસંગે ગામના જીવરાજ ગઢવી (પત્રકાર), કાનજીભાઈ
ગઢવી, તુર્ક સલીમ,
શેખજાદા અબ્દુલ, જુણેજા મજીદભાઈ, કલ્યાણજી ગાજપરિયા (જીવદયા ગ્રુપ), ભાવેશ મહેતા,
મેઘરાજ ગઢવી, ઈમ્તિયાઝ ખલીફા, હાલા ઇબ્રાહિમ, વૈભવ નંદુ, ચૂનિલાલ દેવીપૂજક ઉપસ્થિત રહ્યા હતા. જિશાન ખત્રી ,આદમ જુણેજા,
મહેશ માતંગ, ઈકબાલ શેખજાદા, આબેદીન બાવા, ઈરફાન બાવા,
વીર ગઢવી(રાયણ), વસીમ મેમણ, ઇમરાન ચાકી, પ્રકાશ ગોસ્વામી, સલીમભાઈ સહિત અમ્પાયારિંગ,
સ્કારિંગ અને કોમેન્ટ્રીની સેવા
આપી હતી. કોડાય ગ્રામ પંચાયતે સહકાર આપ્યો
હતો. સંચાલન નિખિલ લાલન અને આભારવિધિ ભૂમિત આહીરે કરી હતી.