• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

જોકોવિચ અને સિનર ત્રીજા રાઉન્ડમાં

મેલબોર્ન, તા. 22 : વિક્રમી 2પમા ગ્રાંડસ્લેમ ખિતાબની કેરિયરના અંતિમ ચરણમાં શોધ કરી રહેલ સર્બિયાનો સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. મહિલા વિભાગની ડિફેંડિંગ ચેમ્પિયન મેડિસન ક્રિઝ, વર્લ્ડ નંબર 2 ઇગા સ્વાયતેક અને પુરુષ વિભાગનો નંબર વન અને વર્તમાન ચેમ્પિયન યાનિક સિનરે પણ આગેકૂચ કરી છે. 10 વખતના ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન જોકોવિચનો બીજા રાઉન્ડમાં ઇટાલીના ફ્રાંસેસ્કો સામે 6-3, 6-2 અને 6-2થી શાનદાર વિજય થયો હતો. જયારે નંબર વન ઇટાલીના યાનિસ સિનરે ઓસ્ટ્રેલિયન ખેલાડી જેમ્સ ડકવર્થને 6-1, 6-4 અને 6-2થી હાર આપીને ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. 9મા ક્રમના ટેલર ફ્રિઝ અને 12 ક્રમના કેસ્પર રૂડના પણ બીજા રાઉન્ડમાં વિજય થયા હતા. મહિલા વિભાગની વર્તમાન વિજેતા અમેરિકી ખેલાડી મેડિસન કિઝનો બીજા રાઉન્ડના મેચમાં હમવતન ખેલાડી એશિનલ ક્રુગર સામે 6-1 અને 7-પથી વિજય થયો હતો. જયારે બીજા નંબરની પોલેન્ડની ખેલાડી ઇગા સ્વિયાતેકે પણ ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. 6 નંબરની અમેરિકી ખેલાડી આમંડા અનિસમોવા પર બીજા રાઉન્ડમાં સિનકોવા સામે 6-1 અને 6-4થી જીત મેળવી આગળ વધી છે.  

Panchang

dd