• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

સિંધુ અને લક્ષ્ય ઇન્ડોનેશિયા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં

જાકાર્તા, તા. 22 : ઇન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં આજે ભારતના બે સ્ટાર શટલર પીવી સિંધુ અને લક્ષ્ય સેને બીજા રાઉન્ડની મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતની બે વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ સિંધુએ બીજા રાઉન્ડમાં ડેનમાર્કની ખેલાડી લાઇન હોજમાર્કને 21-19 અને 21-18થી હાર આપી અંતિમ-8માં જગ્યા બનાવી હતી, જ્યારે લક્ષ્ય સેનનો બીજા રાઉન્ડમાં હોંગકોંગાના ખેલાડી જેસન ગુનેવાન વિરુદ્ધ 21-10 અને 21-11થી જોરદાર જીત મેળવી ઇન્ડોનેશિયા ઓપનના મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં સિંધુનો સામનો વિશ્વ નંબર 4 ચીનની ચેન યૂ ફી વિરુદ્ધ થશે. બન્ને વચ્ચે 13 મુકાબલા થયા છે. જેમાં ચેન 7-6થી આગળ છે. સિંધુએ આ ખેલાડીને છેલ્લે 2019માં હાર આપી હતી. 

Panchang

dd