ભુજ, તા. 20 : અહીંના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે
ધ્રુવ બિપિનચંદ્ર પારેખની પુણ્યસ્મૃતિમાં વિશ્વાસ ગ્રુપ આયોજિત સુપર આઠ હિન્દુ કપ ક્રિકેટ
સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કચ્છવ્યાપી આ સ્પર્ધામાં 16 ટીમે ભાગ લીધો છે. ટૂર્નામેન્ટની
ફાઇનલ પહેલી ફેબ્રુઆરીએ રમાડાશે. શિવ ધ્રુવભાઇ પારેખ, ભાવિક પારેખ તથા વિશ્વાસ ગ્રુપના સભ્યો દ્વારા
દીપ પ્રાગટય કરી ક્રિકેટ સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન
અને રનર્સઅપ ટ્રોફીના મુખ્યદાતા તરીકે પ્રકાશભાઇ મનસુખગર ગોસ્વામીનો સહયોગ મળ્યો છે.
અન્ય સહયોગી દાતાઓમાં આશિષ ત્રવાડી, સમીર શાહ, કેતન સોલંકી, રાજેશ ભટ્ટનો સમાવેશ થાય છે. આ આયોજનને
બિરદાવીને એમએફસી ગ્રુપના ડો. લવ કતિરા અને ડો. મહેશ ઠક્કર દ્વારા પણ વિશ્વાસ ગ્રુપને
અનુદાન આપવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટમાં અમ્પાયર તરીકે સાગર બારોટ, જય ભટ્ટ અને કૃતાર્થ ભટ્ટ સેવા આપી રહ્યા છે. સ્કોરર તરીકે પ્રણવ કટ્ટા,
રાકેશ પંડયા, ધૈર્ય સોલંકી, જ્યારે કોમેન્ટેટર તરીકે હેમલ ઉપાધ્યાય, જીત અરોરા, કેયૂર મકવાણા, કુલદીપસિંહ જાડેજા, વિજય પંડયા સેવા આપી રહ્યા છે. ક્રિકેટ સ્પર્ધાનાં આયોજનને સફળ બનાવવા વિશ્વાસ
ગ્રુપના કુલદીપ ગોર, વિલાસ મોદી, નિમિષ
ભટ્ટ, વિશાલ દવે, કૌશિક પટેલ, સંદીપ પરમાર, દર્શન ઠક્કર, સુમિત
ખત્રી, હર્ષ પરમાર, વિપુલ ઠક્કર જહેમત ઉઠાવી
રહ્યા છે.