નવી દિલ્હી, તા. 19 : આઇસીસી
ટી-20 વર્લ્ડ કપ અગાઉ સાઉથ આફ્રિકા ટીમની મુશ્કેલી વધી છે. ટીમનો
ઓલરાઉન્ડર ડેનોવાન ફરેરા ઇજાગ્રસ્ત થયો છે. આથી તેનું ટી-20 વર્લ્ડ
કપમાં રમવું શંકાસ્પદ બન્યું છે. ફરેરાને આ ઇજા એસએ20 લીગ દરમિયાન થઈ છે. આઇપીએલ
ઓકશનમાં ડેનોવાન ફરેરાને રાજસ્થાન રોયલ્સ ટીમે 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
રાજસ્થાન ટીમની પણ ચિંતા વધી છે. એસએ20 લીગમાં ફરેરાને બાઉન્ડ્રી લાઇન
પર ફિલ્ડિંગ કરતી વખતે ગંભીર ઇજા થઈ હતી. તેણે ડાઇવ મારી આથી તેના ડાબા ખભામાં
ફ્રેક્ચર થયું હોવાના રિપોર્ટ છે. ફરેરા આફ્રિકાની ટી-20 વર્લ્ડ
કપ ટીમમાં સામેલ છે. આફ્રિકી ટીમ મેનજમેન્ટ ફરેરાની ઇજા પર કહ્યું છે કે અમે તેની
ઇજા અને બાદમાં રીકવરી પર નજર રાખી રહ્યા છીએ. અમને આશા છે કે તે ત્રણ સપ્તાહમાં
ફિટ થઈ જશે.