પર્થ, તા. 21 : અહીંના વાકા સ્ટેડિયમની ખતરનાક
પિચ પર એશિઝ ટેસ્ટના પ્રારંભિક દિવસે ઝડપી બોલરોના સંપૂર્ણ વર્ચસ્વ વચ્ચે કુલ 19 વિકેટ પડી હતી. ઇંગ્લેન્ડની
ટીમ 172 રનમાં ઓલઆઉટ થયા પછી ઓસ્ટ્રેલિયાએ
123 રનના મામૂલી સ્કોર પર નવ વિકેટ
ગુમાવી દીધી હતી. આથી તે હજુ 49 રન પાછળ છે
અને એકમાત્ર વિકેટ હાથમાં છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ
દેખાવ કરીને પ8 રનમાં સાત વિકેટ ઝડપી હાહાકાર મચાવ્યો હતો, તો ઇંગ્લેન્ડ કેપ્ટન બેન સ્ટકોસે 23 રનમાં પાંચ વિકેટ ઝડપી વળતો
પ્રહાર કર્યો હતો. આજના દિવસની એકમાત્ર અર્ધસદી હેરી બ્રુક (પ2)નાં નામે રહી હતી. ટોસ જીતી પ્રથમ દાવ લેનારી
ઇંગ્લેન્ડ ટીમના ટોચના બેટરો મિચેલ સ્ટાર્કની આગઝરતી બોલિંગ સામે ઘૂંટણિયે પડી ગયા
હતા. ઝેક ક્રાઉલી 0, બેન ડકેટ
21, ઓલિ પોપ 48, જો રૂટ 0, હેરી બ્રુક પ2, કપ્તાન બેન સ્ટોકસ છ, જેમી સ્મિથ 33 રને આઉટ થયા હતા. વિકેટોની
હારમાળા વચ્ચે પૂંછડિયા ખેલાડીઓ પણ ક્રિઝ પર ટકી શકયા ન હતા. આથી ઇંગ્લેન્ડનો પહેલો
દાવ 32.પ ઓવરમાં 172 રને સમાપ્ત થયો હતો. સ્ટાર્કની
સાત વિકેટ ઉપરાંત પદાર્પણ મેચમાં બ્રેંડન ડોગેટને બે અને ગ્રીનને એક વિકેટ મળી હતી.
સ્ટાર્કે ઇંગ્લેન્ડ સામે તેની 100 વિકેટ પૂરી
કરવાની સિદ્ધિ પણ મેળવી હતી. 172 રને ઇંગ્લેન્ડને
સમેટયા પછી ઓસ્ટ્રેલિયા ટીમના ખેલાડીઓના ચહેરા પર વધુ સમય સુધી હાસ્ય રહ્યંy ન હતું. તેમના હાલ ઇંગ્લેન્ડથી પણ ખરાબ
થયા હતા. શરૂઆતમાં જોફ્રા આર્ચર અને બ્રાયડન કાર્સ 2-2 વિકેટ લીધી હતી. આ પછી કપ્તાન સ્ટોકસ ત્રાટકયો હતો અને ઉપરાઉપર
પાંચ વિકેટ ઝડપીને વળતો વાર કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી પદાર્પણ કરનાર ઓપનર જેક વેદરોલ્ડ
ઝીરોમાં આઉટ થયો હતો. લાબુશેન નવ, કપ્તાન
સ્મિથ 17, ઉસ્માન ખ્વાઝા બે, હેડ 21, ગ્રીન 24, એલેકસ કેરી
26 અને મિચેલ સ્ટાર્ક 12 રને આઉટ થયા હતા. આથી ઓસ્ટ્રેલિયાએ
39 ઓવરમાં 123 રનમાં નવ વિકેટ ગુમાવી દીધી
હતી. ઇંગ્લીશ કેપ્ટન બેન સ્ટોકસે છ ઓવરમાં પાંચ વિકેટ ઝડપી પહેલા દિવસના અંત હાસ્ય
સાથે કર્યો હતો. આર્ચરે 11 રનમાં બે
અને બ્રાયડને 4પ રનમાં બે વિકેટ લીધી હતી.