• શનિવાર, 22 નવેમ્બર, 2025

દયાપરના ભરચક વિસ્તારમાં વીજ થાંભલો અચાનક ધરાશાયી થતાં લોકો ભયભીત

દયાપર (તા. લખપત), તા. 21 : તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે આજે બસ સ્ટેશન વિસ્તારના ગ્રામપંચાયત સામે અચાનક વીજ થાંભલો જમીન પર પડતાં નાશભાગ મચી હતી. જો કે, કોઈ મોટી હાનિ થઈ ન હતી, પણ બે દ્વિચક્રી વાહન વીજ થાંભલા નીચે દબાઈ ગયાં હતાં. દયાપરમાં શુક્રવારે બહારથી લોકો મોટી સંખ્યામાં આવતાં હોય છે. જ્યારે વીજ થાંભલો પડયો, ત્યારે લોકો થોડા દૂર હોતાં મોટી જાનહાનિ ટળી હતી. પૂર્વ સરપંચ હસમુખભાઈ પટેલએ કહ્યું હતું કે, થાંભલા પવન કે વરસાદ વગર પડી જાય આ કામ કેવું ગણવું. માહિતગાર વર્તુળોના જણાવ્યા મુજબ પી.જી.વી.સી.એલ.માં વર્ષોથી એક જ કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યા છે. ત્યારે કામની ગુણવત્તા પર સવાલ થયા છે. અહીં ધમધમતી બજાર અને હાઈવે રોડ છે. જો કોઈ વ્યક્તિ પસાર થાય, તો વીજવાયરોના સીધા સંપર્કમાં આવે કે, થાંભલો ઉપર પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. ગામની અંદર તેમજ ભરચક વિસ્તારમાં મજબૂત થાંભલા લગાવવા જોઈએ તેવી માંગ ગ્રામજનોએ કરી હતી.  

Panchang

dd