• શનિવાર, 22 નવેમ્બર, 2025

પૂર્વકચ્છ પોલીસ અધિક્ષકને ડીપીજી પદક સન્માન જાહેર

ગાંધીધામ, તા. 21 : રાજયના પોલીસ વિભાગ ધ્વારા વર્ષ 2024માં ફરજ દરમ્યાન ઉત્કૃષ્ટ અને સહરાહનીય પોલીસ સેવા બદલ ડીજીપી ડિસ્ક એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા.જેમાં પૂર્વકચ્છ પોલીસ વડા સહિત જિલ્લામાં કુલ છ  જણનો સમાવેશ કરાયો છે.  ફરજ દરમ્યાન નોંધપાત્ર  યોગદાન આપનાર ડીપીજી પદક એવોર્ડ વિજેતાઓના  નામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2017માં ભરતી થયેલા પૂર્વકચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારને સન્માનવામાં આવશે. આ ઉપરાંત પશ્ચિમ કચ્છ ના પોલીસ ઇન્સ્પેકટર અશોકકુમાર મકવાણા, વિજયરાજસિંહ મહિપતસિંહ ઝાલા, તેમજ પોલીસ સબ ઈન્સ્પેકટર જયદિપસિંહ ભુપતસિંહ જાદવ(પશ્ચિમ કચ્છ), જયસિંહ ઘનશ્યામસિંહ રાજ (પૂર્વકચ્છ) તથા એ.એસ.આઈ ચેતનસિંહ કાલુભા જાડેજા (પશ્ચિમ -કચ્છ)ને  આ પદક સાથે સન્માન મળશે. ડીજીપી ડિસ્ક(પદક) માટે પસંદગી પામેલા અધિકારીઓ અને કર્મચારીઓને ગાંધીનગર કરાઈ  ખાતે  ગુજરાત પોલીસ અકાદમી , નવા વિદ્યાભવન ઓડીટોરીયમ ખાતે તા.25/11 ના યોજનારા કાર્યક્રમમાં સન્માનવામાં આવશે.  

Panchang

dd