• બુધવાર, 19 નવેમ્બર, 2025

રોટરી ક્લબ ભુજ દ્વારા યોજાઈ બોક્સ ક્રિકેટ સ્પર્ધા

ભુજ, તા. 18 : બાલદીન નિમિત્તે બાળકો મેદાની રમતો માણે અને શરીર સૌષ્ઠવ કેળવે તેવા હેતુસર રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા હિલગાર્ડન ખાતે બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્ર મીરાણી અને પ્રકાશ ભીંડે રહ્યા હતા. ગ્રાઉન્ડ વ્યવસ્થા પરાગ ઠક્કર તેમજ વિમલ ખરેચાએ સંભાળી હતી. આશુતોષ ગોર, કૌશિક પરમાર, પ્રફુલ્લ ઠક્કર, કાજલબેન ઠક્કરે જહેમત ઉઠાવી હતી. રોટરીના પરિવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ક્લબ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સર્વેને સત્કાર્યા હતા. ક્લબના મંત્રી અજયાસિંહ જાડેજાએ આભારદર્શન કર્યું હતું. 

Panchang

dd