• શનિવાર, 22 નવેમ્બર, 2025

ગાંધીધામમાં કિશોરી અને ભારાપરમાં પરિણીતાએ ગળેફાંસા ખાઇ જીવ દીધા

ગાંધીધામ/ભુજ, તા. 21 : ગાંધીધામના મહેશ્વરીનગર વિસ્તારમાં રહેનાર ખુશાલી વાલજી મતિયા (ઉ.વ. 17) નામની કિશોરીએ, જ્યારે ભુજ તાલુકાના ભારાપર ગામે રહેતા 33 વર્ષીય પરિણીતા બિલ્કીશ વસીમ સૈયદે ગળેફાંસો ખાઇ પોતાના જીવ દીધા હતા. ગાંધીધામના મહેશ્વરીનગરના મકાન નંબર 83માં રહેનાર ખુશાલી નામની કિશોરી ગઇકાલે બપોરે  પોતાના ઘરે હતી, દરમ્યાન કોઇ અગમ્ય કારણોસર તેણે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. દરમ્યાન માનકૂવા પોલીસ મથકે ગઇકાલે જાહેર થયેલી વિગત મુજબ પરિણીતા બિલ્કીશે ગઇકાલે સાંજે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. 

Panchang

dd