ભુજ, તા. 21 : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ
ભુજ વર્તુળ કચેરી દ્વારા 17થી 21 નવેમ્બર દરમિયાન આદરેલી વિશેષ
ચેકિંગ ઝુંબેશમાં 119.44 લાખની
વીજચોરી ઝડપી પાડી છે. ભુજ, મુંદરા,
માંડવી, નખત્રાણા, દયાપર,
ખાવડા સહિતના વિસ્તારમાં 25 જેટલી ચેકિંગ ટીમે ખાસ તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. ચેકિંગ ટીમોએ
ઘર વપરાશના અને વાણિજયના 2957 જોડાણ ચેક
કર્યાં હતાં. તપાસણી દરમિયાન 230 વીજજોડાણમાં
ગેરરીતિ પકડાતાં વીજચોરી કરતા તત્ત્વોને 119.44 લાખના ગેરરીતિનાં બિલ આપવામાં આવ્યાં હતાં. આદરાયેલી ચેકિંગ ઝુંબેશનાં પગલે વીજચોરી
કરતા તત્ત્વોમાં રીતસરનો ફફડાટ ફેલાયો હતો.