• ગુરુવાર, 20 નવેમ્બર, 2025

લક્ષ્ય-પ્રણય સહિતના ભારતના પાંચ ખેલાડી ઓસ્ટ્રેલિયા ઓપનના બીજા રાઉન્ડમાં

સિડની, તા. 19 : લક્ષ્ય સેન અને એચએસ પ્રણય સહિતના ભારતના પાંચ શટલર શાનદાર દેખાવ કરીને ઓસ્ટ્રેલિયન ઓપન સુપર-પ00 બેડમિન્ટન ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. લક્ષ્ય સેને પહેલા રાઉન્ડમાં ચીની તાઇપેના ખેલાડી સુ લી યાંગને 21-17 અને 21-13થી હાર આપી હતી જ્યારે એચએસ પ્રણયનો 8પમા નંબરના ખેલાડી યોહાનેસ સામે સંઘર્ષ બાદ 6-21, 21-12 અને 21-17થી વિજય થયો હતો. આયુષ શેટ્ટીએ કેનેડાના ખેલાડી સેમ યુઆનને 21-1પ અને 21-1પથી હાર આપી હતી. અનુભવી ખેલાડી કિદાંબી શ્રીકાંતનો ચીની તાઈપેના લી ચિયા હાઓ સામે 21-19, 19-21 અને 21-1પથી રસાકસીભર્યો વિજય નોંધાયો હતો. જયારે થારૂણ મન્નેપલીએ ડેનમાર્કના મેગ્નસ યોહાનસન વિરુદ્ધ રસાકસી પછી 21-13, 17-21 અને 21-19થી વિજય થયો હતો અને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. 

Panchang

dd