• બુધવાર, 19 નવેમ્બર, 2025

શાળા આર્ચરી સ્પર્ધામાં કચ્છની વિદ્યાર્થિની રાજ્ય સ્તરે પ્રથમ

ભુજ, તા. 18 :  અહીંની માતૃશ્રી ઉમરબાઈ લાલજી એન્કરવાલા સરસ્વતી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની હાર્દિ જિજ્ઞેશ પંડયાએ તાજેતરમાં નડિયાદ ખાતે યોજાયેલી 79મી સ્કૂલ ગેમ્સ આર્ચરી સ્પર્ધામાં કમ્પાઉન્ડ રાઉન્ડ ઇવેન્ટમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવી શાળા, માતા-પિતા, પરિવાર, સમાજ તેમજ સમગ્ર કચ્છ જિલ્લાનું નામ રોશન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિએ 78મી સ્કૂલ ગેમ્સ આર્ચરીમાં ગત વર્ષે 2024માં પણ ભાગ લીધો હતો અને એમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો, હવે આવતી 20 નવેમ્બરે હાર્દિ આર્ચરી ગેમ્સમાં વારાણસી ખાતે સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ સિદ્ધિમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના સહયોગથી તેમજ અદાણી ફાઉન્ડેશનના સૌજન્યથી હાર્દિને અમેરિકન કક્ષાનું ધનુષ આપવામાં આવ્યું હતું. જેથી હાર્દિએ આજે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હાર્દિના કોચ વિનય મિશ્રા અને ડી. એલ. ડાકી માર્ગદર્શન આપી રહ્યા છે.  

Panchang

dd