નવી
દિલ્હી, તા.પ:
ભારતીય મહિલા ટીમની વિશ્વ વિજેતા હવે સચિન તેંડુલકર, એમએસ ધોની
અને વિરાટ કોહલીની શ્રેણીમાં સામેલ થઇ છે. ભારતને પાંચ દશકના ઇંતઝાર પર મહિલા વન ડે
વિશ્વ કપ વિજેતા બનાવનાર કપ્તાન હરમનપ્રિત કૌરના સન્માનમાં જયપુરના નાહરગઢ કિલ્લા સ્થિત
શીશ મહલના વેકસ મ્યુઝિયમમાં તેની મીણની પ્રતિમા મુકવામાં આવશે. પ્રતિમાનું અનાવરણ આંતરરાષ્ટ્રીય
મહિલા દિવસ 8 માર્ચ-2026ના રોજ થશે. આ વેકસ મ્યુજિયમમાં હવે બે વિશ્વ
વિજેતા મહેન્દ્રસિંહ ધોની અને હરમનપ્રિત કૌરની પ્રતિમા જોવા મળશે. સચિન અને વિરાટના
પૂતળા પર અહીં છે.