• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

કચ્છમાં 434 ગ્રામ પંચાયતની મુદ્દત ડિસેમ્બરમાં પૂર્ણ

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 16 : વીતેલા એપ્રિલ મહિનામાં સ્થાનિક સ્વરાજ્ય એટલે કે જિલ્લા-તાલુકા પંચાયત અને કચ્છની નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્ણ થઇ છે ત્યાં હવે કચ્છની 434 ગ્રામીણ સંસદ એટલે કે ગ્રામ પંચાયતના સરપંચ પદની મુદત ડિસેમ્બરમાં પૂર્ણ થતી હોવાથી સ્થાનિક જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી વસ્તી અને મતદારોની સંખ્યા વગેરેની વિગતો એકત્ર કરવાની કવાયત આદરવામાં આવી છે. કચ્છમાં આથી અગાઉ 10 તાલુકામાં 480 ગ્રામ પંચાયતની ડિસેમ્બરમાં મુદત પૂરી થતી હોય છે, પરંતુ ગાંધીધામ તાલુકો પૂર્ણ થઇ જતાં ગાંધીધામ મહાનગરપાલિકામાં ગામો સમાવેશ થઇ ગયા હોવાથી ગાંધીધામ તાલુકાના સાત ગામોમાં હવે ગ્રામ પંચાયતની ચૂંટણી થશે નહીં.વર્ષના અંતે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતના સુકાનીઓની મુદત પૂર્ણ થતી હોવાથી અત્યારથી જ ગામડાંઓમાં ચૂંટણીની ચોપાટ અને ચર્ચા શરૂ થઇ ગઇ છે. ગ્રામ કક્ષાએ મોટી ચૂંટણી કરતાં ગ્રામ પંચાયત ચૂંટણી રસપ્રદ બનતી હોય છે. - ખરેખર 631 ગ્રા.પં.: ગત પાંચ વર્ષ પહેલાં ડિસેમ્બરમાં 480 ગ્રામ પંચાયતોની મુદત પૂરી થતી હતી પરંતુ આ વખતે ચૂંટણી વિભાગ પાસેથી મળેલો આંકડો 434નો છે એ પ્રમાણે બાકીની સંભવત : બીજી યાદીમાં પણ મુદત પૂરી થતી હશે. કેમ કે ડિસેમ્બર-જાન્યુઆરી દરમ્યાન કચ્છની 631 ગ્રામ પંચાયતોનું રોટેશન જાહેર થયું હતું. તેમાંથી ગાંધીધામ તાલુકો હવે બાકાત થઈ ચૂક્યો છે.- 50 ટકા મહિલાઓ : સ્થાનિક સ્વરાજ્યમાં 50 ટકા મહિલાઓ માટે અનામત રાખવામાં આવી હોવાથી જો આ વખતે ડિસેમ્બરમાં 434 ગ્રામ પંચાયતોમાં નવા સુકાનીઓ આવશે તો તેમાંથી 217 તો મહિલાઓ હશે ઉપરાંત અનુ. જાતિ, જનજાતિ, આદિજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે પણ અલગ અનામત હોવાથી હવે ચૂંટણીઓની તારીખ કયારે જાહેર થાય છે તેના પર મીટ મંડાઈ છે. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે પ્રાથમિક તબક્કે તો જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી વસ્તી અને મતદારોની સંખ્યાને ધ્યાને લઈ સરપંચ પદ તથા સભ્યપદ માટે અનામત બેઠકો નક્કી કરવામાં  આવશે જેના માટે પ્રાથમિક જાહેરનામું બહાર પડશે. ત્યારબાદ આખરી જાહેરનામું બહાર પાડવામાં આવશે. - હવે મોડું થયું છે : ગત પાંચ વર્ષ પહેલાંની તુલના કરીએ તો ડિસેમ્બર - 2021માં મુદત પૂરી થતી હોવાથી ઓગસ્ટમાં જ રોટેશન પણ જાહેર કરી દેવાયું હતું ને 20મી ડિસેમ્બરે ચૂંટણી કરી લેવામાં આવી હતી, પરંતુ આ વખતે એટલે કે પાંચ વર્ષ બાદ ફરી ડિસેમ્બર 26માં મુદત પૂરી થાય છે, છતાં હજુ સુધી રોટેશન પણ જાહેર કરાયું નથી ને સંભવત: ગ્રામીણ ચૂંટણીઓ માટે તારીખો જાહેર કરવામાં નથી આવી. - અછત આવી શકે છે ? : બીજી બાજુ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કચ્છમાં આ વખતે માત્ર 56 ટકા જ વરસાદ થયો છે  અને જે થયો છે તે પણ પાછોતરો થયો હોવાથી જો ગ્રામ પંચાયત ક્ષેત્રે ચૂંટણીઓ યોજાય તો જો અછત જાહેર થાય તો અડચણ આવી શકે તેમ હોવાથી સંભવત: અછત કે અર્ધ અછતના લીધે ચૂંટણીઓ ટાળવી અને વહીવટદાર મારફતે વહીવટ ચલાવવામાં આવે તેવી શક્યતાઓ છે. અલબત્ત અછત અંગે હજુ કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd