• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

પૂર્વ કચ્છ : એસ.એમ.સી.ની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ પર ગાજ વરસી

ગાંધીધામ, તા. 16 : રાપરના ભીમાસરમાંથી એસ.એમ.સી.એ લાખોનો દારૂ પકડી પાડયા બાદ હવે પૂર્વ કચ્છ પોલીસ દોડતી થઈ છે. ભચાઉના શિકારપુર નજીક એક કારમાંથી સામખિયાળી પોલીસે રૂા. 5,05,440નો દારૂ પકડી પાડયો હતો. પોલીસની ટીમમાં છ જવાન હોવા છતાં એક આરોપીને દોડીને પકડી ન શકતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા. ભીમાસરમાં એસએમસીની કાર્યવાહી બાદ હવે પૂર્વ કચ્છ પોલીસ ઉપર ગાજ વરસી છે. ગઈકાલે કામગીરી માટે ગુનાશોધક શાખાએ સૂરજબારી પાસે એક કારમાંથી 4.11 લાખનો દારૂ પકડી પાડયો હતો. થોડા દિવસો પહેલાં સરહદી રેન્જ ક્રાઈમ-બેની ટીમે જૂના કટારિયાની સીમમાંથી 30 લાખ ઉપરાંતનો દારૂ પકડી પાડયો હતો, પરંતુ સ્થાનિક કોઈ જ કર્મચારીએ અધિકારીની જવાબદારી બેસાડાઈ નહોતી અને કોઈની બદલી કે કોઈને સસ્પેન્ડ કરાયા હોય તેવું બહાર આવ્યું નથી. આવી ઢીલી નીતિના કારણે જ અમુક પલળેલા ભ્રષ્ટ કર્મીઓ બેફામ બન્યા હોવાનો ગણગણાટ પોલીસ બેડામાં સાંભળવા મળે છે. દરમ્યાન સામખિયાળી પોલીસની હદમાં ગઈકાલે સૂરજબારી પાસેથી એલ.સી.બી.એ કાર્યવાહી કર્યા બાદ સ્થાનિક પોલીસે આજે સવારે આળસ ખંખેરી હતી. જૂના કટારિયા બ્રિજ પરથી શંકાસ્પદ રીતે નીકળેલી કારનો પીછો પોલીસે કર્યો હતો. કારચાલકે શ્રી ક્રિષ્ના ગૌશાળાની દીવાલ પાસે ગાડી મૂકી સવારે છ વાગ્યાના અરસામાં અંધારા, ટ્રાફિક, બાવળની ઝાડીનો લાભ લીધો હતો અને પોલીસના હાથમાંથી સાબૂના ગોટાની જેમ સરકી ગયો હતો. પોલીસ ટીમમાં છ કર્મીઓ હોવા છતાં આ એક આરોપીને દોડીને પકડી શકાયો ન હતો. આ કાર નંબર જી.જે.-39-સીએ-0128માંથી ગ્રીન લેબલના 180 મિ.લિ.ના 624 કવાર્ટરિયા, 8 પી.એમ.ના 3120 નંગ કવાર્ટરયા એમ કુલ રૂા. પ,05,440નો શરાબ જપ્ત કરાયો હતો. હવે આ કારમાં  ચાલક કોણ હતો ? તેણે દારૂ મગાવ્યો અને કોણે મોકલાવ્યો હતો તેની રાબેતા મુજબ આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd