વોશિંગ્ટન, તા. 16 : એલન મસ્કની કંપની ટેસ્લાએ શુક્રવારે
હવામાં ઊડતી કારનું નિદર્શન કરાવ્યું હતું. કાર હવામાં ઊડી, હવામાં જ પલટી અને પછી જમીન પર સુરક્ષિત ઊતરી
હતી. આ રોડસ્ટર સેકંડ જનરેશન કારમાં રોકેટમાં ઉપયોગમાં લેવાતાં થ્રસ્ટર્સ લગાવાયાં
છે, જેની મદદથી કાર ઊલટી થઈને ચાલી શકે છે તો હવામાં ફરી પણ શકે
છે. ખાસ વિશેષતા એ છે કે, આ કાર માત્ર 0.81 સેકંડમાં 97 કિ.મી. પ્રતિ કલાકની ગતિ પકડી
શકે છે. કારનું નિર્માણ 2028માં શરૂ થશે.
મસ્કે આ કાર ટેસ્લા અને સ્પેસ એક્સના ઈજનેરોએ સાથે મળીને કરેલી મહેનતનું પરિણામ લેખાવી
હતી.