ગાંધીધામ, તા. 16 : ભચાઉ પ્રાંત અધિકારીની કચેરી, પૂર્વ કચ્છ આરટીઓ તથા ખાણ અને ખનિજ વિભાગ તેમજ પોલીસતંત્રની સંયુક્ત ટીમે
ઓવરલોડ વાહન, ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં
વાહનો વિગેરે સામે લાલઆંખ કરી કાર્યવાહી કરી હતી. તંત્રની વિશેષ તપાસ ઝુંબેશ તળે 20 કેસ સાથે રૂા. 10.10 લાખની દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી. તંત્રની ટીમે આજે સવારે વહેલી સવારે 6 વાગ્યે સૂરજબારી ટોલપ્લાઝા ખાતે તપાસ હાથ
ધરી હતી, જેમાં આરટીઓ તંત્રે 15 કેસ કરીને રૂા.2,7 લાખનો દંડ ફટકાર્યો હતો. ખાણ-ખનિજ
વિભાગે પાંચ કેસ સાથે રૂા. 8,3 લાખના વાહનચાલકોને ચલણ પકડાવ્યાં હતાં. વધુમાં સાત મલ્ટિ એક્સલ ટ્રક, એક સ્કોર્પિયો ગાડીને ડિટેઈન કરાઈ હતી. સરકારી
તંત્રોની ટીમે કામગીરી કરીને ગેરકાયદેસર ખનન
પર નિયંત્રણ, ઓવરલાડિંગ સામે કડક અમલ, માર્ગ
માળખાંને નુકસાનથી બચાવવા તથા માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સંબંધિત વિભાગો
દ્વારા લાગુ પડતા કાયદા અને નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઓવરલોડ
વાહનો તેમજ ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલાં વાહનો સામે કાર્યવાહી કરવા અને ઓવરલાડિંગ
ફી તથા લાગુ પડતા સરકારી નિયમોનું ઉલ્લંઘન કરતાં વાહનો પર અંકુશ લાવવાના હેતુથી આ કાર્યવાહી
કરાઈ હતી.