• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

આજે નિર્ણાયક મેચ : વૈભવ, ભુવી રમશે ?

નવી દિલ્હી, તા. 16 : વેસ્ટ ઈન્ડિઝની ટીમે હૈદરાબાદ ખાતે રમાયેલી ચોથી મેચના મુકાબલામાં ભારત સામે 24 રને વિજય મેળવેને શ્રેણીમાં 2-2ની બરાબરી પર લાવી દેતાં શ્રેણી જીવંત રાખી હતી, હવે સૌની હવે 17 ઓક્ટોબરે બેંગલુરુ ખાતે યોજાનારો અંતિમ અને નિર્ણાયક પાંચમો મુકાબલો સમો બની રહેશે. જો કે, ક્રિકેટપ્રેમીઓના ઉત્સાહ પર બેંગલુરુનું પ્રતિકૂળ હવામાન પાણી ફેરવે તેવી શક્યતા છે. શનિવારે બેંગલુરુમાં ભારે ગાજવીજ સાથે વરસાદી તોફાનની સંભાવના છે. સાંજે 5 વાગ્યે 66 ટકા અને ટોસના સમયે 68 ટકા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ આ ઐતિહાસિક મેદાન પર પ્રથમવાર આમને-સામને ટકરાશે. પ્રતિભાશાળી તરુણ વૈભવ સૂર્યવંશી અને અનુભવી બોલર ભુવનેશ્વરકુમારને રમાડાય તેવી શક્યતા છે. ભારતીય બોલરોએ દેખાવ સુધારવો પડશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ક્યારેય ભારતીય ધરતી પર ભારત સામે દ્વિપક્ષીય ટી-20 શ્રેણી જીતી શકી નથી, પરંતુ આ વખતે કેરેબિયન ટીમ ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કરવાની અત્યંત નજીક પહોંચી ગઈ છે. આ ઐતિહાસિક સિદ્ધિનાં કેન્દ્રાબિંદુમાં તેમના વિસ્ફોટક અને ધરખમ ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન શાઈ હોપ છે, જે વર્તમાન ભારતીય પ્રવાસમાં ટી-20 ફોર્મેટમાં બે સદી સહિત કુલ ચાર સદી ફટકારી ચૂક્યો છે. જો કે, ભારતની ટીમ વધુ મજબૂત છે અને ઘર આંગણે તે શ્રેણીજીત માટે વધુ દાવેદાર ગણાય છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીમાં કુલ 10 આંતરરાષ્ટ્રીય ટી-20 મુકાબલા રમાયા છે. છેલ્લી મેચ જાન્યુઆરી 2024માં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે બીજી સુપર ઓવરમાં અફઘાનિસ્તાન સામે વિજય મેળવ્યો હતો. આ પિચ પર ભારતીય ટીમે કુલ આઠ મેચ રમી છે, જેમાં ચારમાં વિજય, ત્રણમાં પરાજય અને એક મેચ અનિર્ણિત રહી છે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝે અહીં માત્ર એક જ ટી-20 મુકાબલો રમ્યો છે, જેમાં શ્રીલંકા સામે સાત વિકેટે શાનદાર વિજય હાંસલ કર્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd